કેશોદ પોલીસે અજાબ ગામેથી ક્રિકેટ નો સટ્ટો રમતાં શખ્સને ઝડપી લીધો.

કેશોદ

કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સપેકટર એસ કે મહેતા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર ને ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના અજાબ ગામે કટલેરી બજારમાં ભરતભાઈ લાલજીભાઈ ગોરીયા નામનો વ્યક્તિ મોબાઈલ ફોન પર ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રમાડી આર્થિક લાભ મેળવે છે જે બાબતે ખરાઈ કરતાં હકીકત સાચી હોય પંચોને બોલાવી સમજ આપી કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ સબ ઈન્સપેકટર એસ કે મહેતા એએસઆઈ વિરાભાઈ કોડિયાતર પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતભાઈ મેરામભાઈ ડાંગર પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, કરણભાઈ ભાટિયા, પ્રતાપસિંહ હરસુરભાઈ, સુરેશભાઈ મોહનભાઈ ભંભાણા માહિતી વાળા સ્થળે પહોંચી મકાનમાં પ્રવેશતાં એક વ્યક્તિ સેટીપલંગ પર બેસેલ હોય જેના એન્ડ્રોઇડ મોબાઈલ ફોન મા વેબસાઈટ ખુલ્લી હોય ક્રિકેટ મેચ ના સોદાઓ નોંધેલા હોય પુછપરછ કરતાં પોતાનું નામ ભરતભાઈ લાલજીભાઈ ગોરીયા ઉમર વર્ષ ૪૮ રહેવાસી અજાબ હોવાનું જણાવ્યું હતું,

વધુમાં પુછપરછ કરતાં આઈડી હરેશભાઈ નારણભાઈ મોકરીયા મારફતે અક્ષય કાળુભાઈ રામાણી પાસેથી મેળવ્યું હોવાનું કબુલ કરતા જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ભરતભાઈ લાલજીભાઈ ગોરીયા, હરેશભાઈ નારણભાઈ મોકરીયા અને અક્ષય કાળુભાઈ રામાણી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)