કેશોદ
કેશોદ પોલીસ દ્વારા શ્રાવણ માસમાં જુગારની બદી અટકાવવા પેટ્રોલિંગ કરી જુગારીઓ ને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ શબ્બીરભાઈ દલ, રણજીતભાઈ મેરામભાઈ ડાંગર, પોલીસ કોન્સ્ટેબલ રવિભાઈ જગદીશભાઈ ધોળકિયા, ભાયાભાઈ મેરામણભાઈ કોડીયાતર ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદ તાલુકાનાં મહંત સીમરોલી ગામે રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવશીભાઈ ની વાડીએ હારજીતનો તીનપતીનો જુગાર રમવામાં આવી રહ્યો છે
ત્યારે માહિતીની ખરાઈ કરી પંચોને બોલાવી સમજ આપી રેડ કરવામાં આવતાં રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ દેવશીભાઈ ભલાણી ની વાડીએ જાહેરમાં આંબાના ઝાડ નીચે કુંડાળું કરી તીનપતીનો હારજીતનો જુગાર રમતાં હોય જેમના તેમ બેસવાની સુચના આપી પુછપરછ હાથ ધરવામાં આવતાં ભરતભાઈ જગાભાઈ કરમટા ઉમર વર્ષ ૨૬ રહેવાસી મહંત સીમરોલી, જીગ્નેશભાઈ વલ્લભભાઈ ઘુમલીયા ઉમર વર્ષ ૪૦ રહેવાસી આસ્થા એવન્યુ ડીપી રોડ કેશોદ, વૃજલાલ છગનભાઈ ભલાણી ઉમર વર્ષ ૬૦ રહેવાસી કૈલાસ ટેનામેન્ટ ડીપી રોડ કેશોદ, સાવન કુમાર કાન્તિલાલ લાડાણી ઉમર વર્ષ ૩૩ રહેવાસી કેવદ્રા, ચિરાગભાઈ પરશોતમભાઈ ઉમર વર્ષ ૪૨ રહેવાસી કેવદ્રા, ભરતભાઈ મનસુખભાઈ ગોધાણી ઉમર વર્ષ ૬૦ રહેવાસી કેવદ્રા, રાકેશભાઈ શાંતિભાઈ ઘોડાસરા ઉમર વર્ષ ૪૦ રહેવાસી ઈન્દ્રપ્રસ્થ સોસાયટી ડીપી રોડ કેશોદ, માનસીગ ભુરાભાઈ સિસોદિયા ઉમર વર્ષ ૩૨ રહેવાસી એકલેરા નવ શકુનીઓને રૂપિયા ૩૬૭૦૦/- સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી કેશોદ પોલીસ જુગારીઓ ને પોલીસ સ્ટેશનમાં લઈ આવતાં સ્થાનિક રાજકીય આગેવાનો પદાધિકારીઓ દોડી આવ્યા હતા. કેશોદ પોલીસે મહંત સીમરોલી ગામે જુગારની સફળ રેડ પાડી હતી ત્યારે એક ઈસમ સીવાય તમામ બહારગામથી જુગાર રમવા આવ્યાં હોવાછતાં એક પણ વાહન કે મોબાઈલ ફોન હાથ લાગ્યા નહોતાં. ત્યારે અંદર કઈક રંધાયું હોય તેવી વાતો પણ વહેતી થઈ હતી અને પોલીસ ની કામ ગિરી ગુનાહિત કર્યો ને રોકવાની જ હોય છે પરંતુ કેશોદ પોલીસ સ્ટેશન માં વર્ષો જુના અને જાણીતા બની ગયેલા લોકો માટે ગુન્હો સામાન્ય બાબત બની ગઈ હોય ત્યારે ગુન્હા અટકાવવા માટે સચોટ કામગીરી પોલીસ કરે એ પહેલાજ આગેવાનો ની હાજરી જોવા મળે તો કામગીરી ફ્લોપ થઈ જતી હોય તો આવા લોકો ને કામ કરવામાં સંબંધ નડતા થયા હોય તેવા લોકો ને બદલી અન્ય લોકો ને મુકવામાં આવે તો કોઈ પણ કામ ચોક્સાઇ પૂર્વક થઈ શકે કેશોદ શહેર તાલુકામાં અંદરખાને જુગાર રમવાની છુટ આપી હોય અને એકાદ ગુનો નોંધવા ખાતર નોધવામાં આવતો હોવાનું આધારભૂત વર્તુળોમાં થી ચર્ચાઈ રહ્યું છે.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)