કેશોદ પોલીસે વિદેશી દારૂની બોટલો સાથે એક ઈસમને ઝડપી લીધો…

કેશોદ

જુનાગઢ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ની સુચના મુજબ દિવાળીના તહેવારો પહેલાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની હેરાફેરી કે ગેરકાયદેસર સંગ્રહ કરનાર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા લિસ્ટેડ બુટલેગરોની હિલચાલ પર નજર રાખવા કેશોદ પોલીસ વિભાગના ડીવાયએસપી બી સી ઠકકર ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઈન્સપેકટર પી એ જાદવ દ્વારા પેટ્રોલિંગ વધારી ખાનગી રાહે માહિતી મેળવવાની તમામ પોલીસ સ્ટાફને કાર્યરત કરવામાં આવેલ છે. કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી એલ ભારાઈ અને પોલીસ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જીલુભાઈ સિસોદિયા રાજમહેલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે ખાનગી રાહે માહિતી મળી હતી કે કેશોદના મેઘના સોસાયટી પાછળ ગોકુલ નગર-૨ મા રહેતાં નિતીન ઉર્ફે કિર્તી મનસુખભાઈ આત્રોલિયા પોતાના ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂ આર્થિક લાભ મેળવવા ગેરકાયદેસર રીતે વેચી રહેલ છે માહિતીની ખરાઈ ચોકસાઈ કરી પંચોને સાથે રાખીને મેઘના સોસાયટી પાછળ ગોકુલ નગર-૨ મા પહોંચતા ઘરના દરવાજા પાસે એક શખ્સ ઉભો હતો તેની પુછપરછ કરતાં પોતાનું નામ નિતીન ઉર્ફે કિર્તી મનસુખભાઈ આત્રોલિયા જણાવ્યું હતું તેઓની રૂબરૂમાં તપાસ કરતાં સીડી નીચે પડેલાં બાચકાં મા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૧૬ કિમંત રૂપિયા ૮૩૧૦/- મળી આવેલ જેની પાસ પરમીટ માંગતા ન હોય પ્રોહીબીશન એકટ હેઠળ અટકાયત કરી એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦/- મળી કુલ રૂપિયા ૮૮૧૦/- નો મુદામાલ ઝડપી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કોની પાસેથી મેળવ્યો હતો એ તપાસ પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી એલ ભારાઈ ચલાવી રહ્યાં છે.

અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)