કેશોદ
કેશોદ શહેરના એરપોર્ટ રોડ પર પ્રજાપતિ સોસાયટીમાં પોસ્ટ કવાર્ટર પાસે રહેતાં અપંગ આઘેડ દંપતિ ના ઘરે આસપાસના યુવાનો તીનપતીનો હારજીતનો જુગાર રમતાં હતાં ત્યારે કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ દબંગ સ્ટાઈલમાં એન્ટ્રી મારી ભાગવા જતાં યુવાનો ને જેમના તેમ બેસાડી રોકડ રકમ પટમાં ફેકાવી એકઠા કરી ધોલધપાટ કરી અંપગ આઘેડ ને પાંચસો રૂપિયા આપી ખિસ્સું ગરમ કરી જુગારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યા વગર લીલા તોરણે પરત આવી ગયાં હતાં.
કેશોદ ના પ્રજાપતિ સોસાયટી ના પાછલા ભાગમાં રહેતા સાધુ સમાજ ના ધનપરી પ્રેમપરી ગોસ્વામી આધેડ પતિ પત્ની મા પતિ તેમના બંને પગે અપંગતા ધરાવે છે અને બન્ને પતિપત્ની માંદગી મા ઘેરાયેલા રહેતા હોય ત્યારે દવા નો ખર્ચ અને તેમનું ગુજરાન ચલાવવા કોઈ આવક નથી તેમને ટિફિન અને લોકો દ્વારા રાશનકીટ થી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે સમગ્ર પ્રકરણ જાહેર થતાં શામ દામ દંડની નિતિ અપનાવી તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ ને બચાવવા આઘેડ દંપતિ ને બંધબારણે નિવેદનો નોંધી ઢાકપીછોડો કરવામાં આવી રહ્યો છે.
આધારભૂત સૂત્રોના જણાવ્યાં મુજબ તોડબાજ પોલીસ કોન્સ્ટેબલ ઉપરી અધિકારીઓ સુધી સંપર્ક ધરાવતાં હોય સમગ્ર મામલો રફેદફે કરવાની પેરવીઓ ચાલી રહી છે. શ્રાવણીયો જુગાર હજુ શરૂ થયો નથી એ પહેલાં લાછનરૂપ કિસ્સો પ્રકાશમાં આવતાં શંકાસ્પદ હાલતમાં આવી ગયેલ છે. લોકસભાની સામાન્ય ચુંટણી પુર્ણ થઈ ગયેલ છે ત્યારે અસ્તિત્વમાં આવેલી સ્કવોડ વિખેરી નાખવામાં આવે તો લોકોમાં પક્ષપાતી વલણ નો રોષ ભભૂકી ઉઠયો છે એ આપોઆપ શાંત થઈ જાય એમ છે. કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ કોન્સ્ટેબલ પર કરવામાં આવેલ આક્ષેપ અંગે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ એ તો આવનારા દિવસોમાં ખબર પડશે.
અહેવાલ :-રાવલિયા મધુ (કેશોદ)