કેશોદ બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વવિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય મોટીવેટર વક્તાનો કાર્યક્રમ યોજાશે

કેશોદ

કેશોદના અગતરાય રોડ પર આવેલ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ખાતે અવનવી સામાજિક, ધાર્મિક, સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે ધર્મ પણ સમાજને કઈ રીતે ઉપયોગી થઈ શકે તે ધ્યાનમાં રાખીને બ્રહ્માકુમારી રૂપા દીદી દ્વારા વિવિધ કાર્યક્રમો રાખવામાં આવે છે શિવરાત્રી, નવરાત્રી, દશેરા, વગેરે તહેવારો લોકો સાથે ઉજવવામાં આવે છે તેમ જ વિદ્યાર્થીઓ માટેના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે તથા જુદા જુદા પ્રવચનો યોજવામાં આવે છે
આગામી 20 નવેમ્બર બુધવારના રોજ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે મોટીવેટર સ્પીકર આંતરરાષ્ટ્રીય જાતિ પ્રાપ્ત કરનાર બીકે શિવાની દીદી પધારશે અને સંબંધોમાં મધુરતા લાવવા ઘર ઘરમાં આનંદ લાવવા કેશોદને કેશવપુરી બનાવવા માટે પોતાની સુમધુર, જ્ઞાન સભર વાણી દ્વારા કેશોદના લોકો સાથે જ્ઞાન ગોસ્ટી તેમજ પોતાનું પ્રવચન આપશે આ કાર્યક્રમ માટે બ્રહ્માકુમારી રૂપા દીદી દ્વારા શરૂઆત કેશોદના લોકોને આમંત્રણ પાઠવવામાં આવેલ છે વ્યવસ્થાના ભાગરૂપે જે કોઈ આવનાર છે તે દરેકે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે રજીસ્ટ્રેશન માટે 94 274 46 989 પર સંપર્ક કરવાથી આપનું રજીસ્ટ્રેશન સરળતાથી થઈ શકશે તો આ જ્ઞાન સભર કાર્યક્રમમાં ભાગ લેવા દરેકને આમંત્રણ પાઠવવામાં આવે છે

અહેવાલ : રાવલિયા મધુ (કેશોદ)