🕉️ શિવ જ્યોતિ દર્શન, શોભાયાત્રા અને આદ્યાત્મિક કાર્યક્રમો સાથે શિવરાત્રી મહોત્સવ
📍 કેશોદ | ૨૪ થી ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫
બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય – કેશોદ કેન્દ્ર ખાતે ત્રિ-દિવસીય મહાશિવરાત્રી મહોત્સવની ઉજવણી ભવ્ય અને દિવ્ય આકારમાં કરવામાં આવશે. કેશોદ બ્રહ્માકુમારી સેન્ટરની મુખ્ય સંચાલિકા રૂપા દીદીના જણાવ્યા મુજબ આ પવિત્ર તહેવારના પ્રસંગે અનેક ધર્મમય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
📜 મહાશિવરાત્રી કાર્યક્રમની વિશેષતાઓ
🔸 ૨૪-૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ –
🚩 કેશોદ શહેરના મુખ્ય માર્ગો અને શહેરી વિસ્તારોમાં શિવ જ્યોતિ દર્શન અને શિવ સંદેશ સાથે શોભાયાત્રા
🚩 શુશોભિત વાહનો દ્વારા ભવ્ય શિવ શોભાયાત્રા
🔸 ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ –
🕉️ સાંજે ૬:૩૦ કલાકે અગતરાય રોડ પર આવેલા બ્રહ્માકુમારી દિવ્ય પ્રાપ્તિ સેન્ટર ખાતે મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ
🔸 ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫ –
🕉️ સાંજે ૫:૩૦ થી રાત્રે ૧૦:૦૦ સુધી વિશેષ ધર્મમય કાર્યક્રમો
🔥 શિવ ધ્વજારોહણ અને યોગ આરતી
📖 “ગીતા જ્ઞાન દ્વારા અનોખી ક્રાંતિ” – વિશિષ્ટ નાટક પ્રસ્તુતિ
🎶 આધ્યાત્મિક ભજનો અને શિવ સંદેશ
🛕 દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન
📢 હાર્દિક આમંત્રણ
જલ્પા દીદીના જણાવ્યા મુજબ કેશોદ અને આજુબાજુના વિસ્તારમાં રહેતા ભક્તજનો માટે આ મહાશિવરાત્રી ઉત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
📍 અહેવાલ: રાવલિયા મધુ, કેશોદ