*કેશોદ માં પ્રેમ રશિયાનો અંત ક્યારે આવશે….*
કેશોદ મા બહેન દિકરીઓ ને નીકળવું ભારે પડે છે.ખાસ તો બસ સ્ટેન્ડ માં ..સ્કૂલ માં ભણતા વિદ્યાર્થી ની હરકત થી ગ્રામજનો પરેશાન થઈ રહ્યા છે.
કેશોદ ગામ અને આજુબાજુ ના ગામ માથી ભણતર માટે આવતી વિદ્યાર્થિની ની હાલત કફોડી બનતી જાય છે.બસ સ્ટેન્ડ માં પોતાના ઘરે જવા આવવા માટે એકજ ટ્રાન્સપોર્ટ સેવા છે તે સરકારી બસ ગુજરાત સરકાર દ્વારા વિધાનસભા માં કડક કાયદો બનાવ્યો છે, તેનો અમલ ક્યારે થાસે તેમ ગામ ના લોકમુખ પર ચર્ચા કરી રહી છે. પોલીસ આવા નબીરાઓ ને ક્યારે જેલ ના સરિયા પાછળ ધકેલાઈ દેસે તે જોવાનું રહ્યું..
સંતાનો ને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે વાલીઓ ભારે હૈયે આવી વેદનાઓ કોને કહે.દિકરીઓ ને ભણાવી ગણાવી ને કાબિલ બનાવી છે.પણ નબીરાઓ ના ત્રાસ થી સપનું અધૂરું રહી જાય તેમ લાગી રહ્યું છે
*ઘણાજ કાયદાઓ નવા પણ સરકાર દ્વારા બન્યા છે પરંતુ અમલીકરણ કોણ કરશે…*
*વિદ્યાર્થીઓ જ ભાન ભૂલી કોઈ પણ જગ્યા એ ઉભી અને ઠઠ્ઠા મશ્કરી કરતા જોવા મળે છે કેશોદ બસ સ્ટેન્ડ માં હવે એવી કોઈ નજીક જગ્યા નથી રહી એટલે ફરજિયાત પણે બસ સ્ટેન્ડ માજ બેસવા મજબુર બને છે પરંતુ લેડીઝ વિદ્યાર્થીની ઓ પણ આવતા વિદ્યાર્થીઓ ને પ્રોત્સાહન પૂરું પાડે તો પછી યુવાનો તો મશ્કરી ના કરે તો કરે પણ શું અને એક કહેવત પણ છે કે ”ગોળ હોય ત્યાંજ માખી આવે” ત્યારે મજાક મસ્તી કરતા વિદ્યાર્થીઓ ની જોવો આ રમત અને આ પહેલા પણ અમારા દ્વારા અવાર નવાર વિદ્યાર્થી ઓ ના આવા કૃત્યો ના વિડિઓ પર સમાચાર બનાવી તેમના મા બાપ ને આવા કિસ્સા ઓ થી વાકેફ કરી રહ્યા છીએ*
*વહેલી સવાર માં આવતા વીદ્યાર્થી ઓ સીધાંજ ભણવા ના નામે બસ માં આવી અને અન્ય લોકો ના રવાડે ચડી ઘણી વખત કેશોદ ના એવા ગેસ્ટ હાઉસ પણ છે કે જે આવા લોકોને તમામ સગવડો પુરી પાડી રહ્યા છે પછી રોમિયાઓ ને મોકળું મેદાન મળી જાય છે ત્યારે શુ આવા લોકો પર હાલ તંત્ર પણ લાજ કાઢી બેઠું છે ત્યારે હવે જવાબદાર ફક્ત માં બાપ જ રહેતા હોય તો જવાબદારી સમજી તપાસ કરશે તો પોતાના સંતાનો શુ ભણે છે એ ખબર પડશે…*
અહેવાલ – જગદીશ યાદવ ( જૂનાગઢ )