કેશોદ
સત્ય સાદાય અને રાષ્ટ્રને સમર્પણ ભાવ સાથે જેઓ અહિંસક ચળવળથી સમગ્ર વિશ્વમાં ઓળખાય છે.અને પ્યારથી સૌ તેમને પૂજ્ય બાપુ ના નામથી સંબોધે છે, એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ એટલે 2જી ઓક્ટોબર..આજે એવા જ એક મહામાનવ પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીજીની પણ જન્મ જયંતિ હોય આ પ્રસંગે બંને મહાપુરુષોને આદર સન્માન આપવા પુષ્પાંજલિ સાથે શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ આઝાદ ક્લબ ના પરિસરમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આઝાદ ક્લબ કેશોદ યુનિવર્સલ ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ સાથે સયુક્ત રીતે ઉજવવામાં આવ્યો હતો કેશોદના અનેક નામાંકિત મહાનુભાવો અને શહેરના સફાઈ કામદારોની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો આ તકે આઝાદ ક્લબ પ્રમુખ ડો. હમીરસિંહ વાળા દ્વારા મહાત્મા ગાંધીજીના ના કાર્યો વિચારો અને રાષ્ટ્રપ્રેમની વાતો સાથે સ્વાગત પ્રવચન કર્યુ હતું
ત્યારબાદ સ્વતંત્ર સેનાની બે બહેનો દ્વારા બાપુને સુતરની આટી ચડાવી હતી ત્યાર બાદ એક સાથે સર્વધર્મ પ્રાર્થનાનું ગાન કરવામાં આવ્યું હતું.બહેનો દ્વારા બાપુને ગમતું ભજન ગાયુ હતું વૈષ્ણવ જન તો તેને કહીએ એ ભજન સાથે સર્વ ધર્મ પ્રાર્થના અને ત્યારબાદ શ્રી પરેશભાઇ ત્રિવદી દ્વારા મહાત્મા ગાંધીજીના અનેક પુસ્તકોનો અને તેમાં રહેલી બાપુની મહાન વિચાર ધારાઓથી સૌને વાકેફ કર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત હમીર ભેડા, મહાવીર સિંહ, દિનેશ કાનાબાર,જગમાલ નંદાણીયા, સ્નેહલ તન્ના, પ્રો રાયજાદા, અર્જુન પાઘડાર, નિશાંત પુરોહીત વગેરે એ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા આ દિવસે ખાસ ગાંધીજીના સફાઈ અંગેના વિચારને વધુ દ્રઢ બનાવવા અને લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃત બને અને સફાઈ કરતા કર્મચારીઓનું માન સન્માન જળવાય એ માટે આ કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામગીરીનું પણ પુષ્પો ગુચ્છ વડે બહુમાન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમમાં વિચારો થી સૌ જ્ઞાત થાય તે માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ યુનિવર્સિટી ફાઉન્ડેશન તથા ભારત વિકાસ પરિષદ સાથે કેશોદના અનેક મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ઉજવાયો હતો આ તકે મહાત્મા ગાંધીજીના ના કાર્યો વિચારોથકી અવગત થાય આ સાથે સ્વાગત પ્રવચન આઝાદ ક્લબ પ્રમુખ ડોક્ટર હમીરસિંહ વાળાએ આપ્યું હતું ત્યારબાદ વૈષ્ણવ જન તો તેને કહીએ એ ભજન સાથે સર્વ ધર્મ પ્રાર્થના અને ત્યારબાદ શ્રી પરેશ ત્રિવેદી દ્વારા મહાત્મા ગાંધીજીના અનેક પુસ્તકોનો અને તેમાં રહેલી મહાન વિચારધારાઓથી સૌને વાકેફ કર્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત સૌ એ બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તથા આ દિવસે ખાસ ગાંધીજીના સફાઈ અંગેના વિચારને વધુ દ્રઢ બનાવવા અને લોકો પણ સફાઈ પ્રત્યે જાગૃત બને અને સફાઈ કરતા કર્મચારીઓનું માન સન્માન જળવાય એ માટે આ કાર્યક્રમ અંતર્ગત સફાઈ કામદારોનું પણ પુષ્પો ગુચ્છ વડે બહુમાન કરવામાં આવેલું હતું આભાર વિધિ મહાવીર સિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ.આ કાર્યક્રમનું સંચાલન આર પી સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)