કેશોદ શહેરમાં અનુસુચિત સમાજના છઠ્ઠા ભવ્ય સમૂહ લગ્નની ઉજવણી.

કેશોદ શહેરમાં અનુસુચિત સમાજના છઠ્ઠા ભવ્ય સમૂહ લગ્નની ઉજવણી.

કેશોદ ખાતે સમુહલગ્નમાં એનએસજી કમાન્ડો અને આશાસ્પદ યુવાન – યુવતીઓ સહિત 9 નવદંપતિ ઓએ પ્રભૂતામાં પગલાં માંડયાં હતા આ સમુહલગ્નમાં હાજરી આપનાર આમંત્રિત મહેમાનો અને દાતાઓનું શબ્દો અને પુષ્પગુચ્છથી સ્વાગત – સન્માન કરાયું હતું ખાસ વાત તો એ કે સામ્યક સેવા સમિતિ ના નેજા હેઠળ દર વર્ષે સમૂહ લગ્નોત્સવ યોજાઈ છે ત્યારે તમામ પ્રભુતા માં પગલાં મંડતા દંપતી ઓ ને ધારા સભ્ય સહિત આગેવાનો અને અન્ય જ્ઞાતિના આગેવાનો પણ આ સામ્યક સેવા સમિતિ ના આમંત્રણ ને માં આપી સૌ આવે છે અને નવ દંપતીઓ ને આશીર્વાચનો પાઠવે છે..

સમુહલગ્નમાં જોડાનાર કન્યાઓને સોના-ચાંદી, ફર્નિચર સહિત 54 પ્રકારની ઘર વપરાશની ચિજવસ્તુઓનું કરિયાવર ભેટ કરાયું.

કેશોદ ખાતે ના આ છઠા સમૂહ લગ્નોત્સવ માં નામી અનામી લોકો દ્વારા ખુબજ સરસ મજાનો આશીર્વાદ રૂપી કરિયાવર આપવા માં અનેક લોકો એ પોતાનું યોગદાન આપી આયોજન માં સહભાગી બની ધન્યતા અનુભવી હતી તમામ નવ દંપતિઓની બૌધ્ધ રિત રિવાજ પ્રમાણે કરાયેલ લગ્નવિધીમાં ગૃહસ્થ જીવન પાલન અને સંસ્કાર ટકાવી રાખવા ઉપદેશ અપાયો હતો અને ખાસ તો આવનાર તમામ જ્ઞાતિ અગ્રણી ઓ અને મહેમાનો દ્વારા તમામ નવ દંપતી ઓ ને નવા જીવન ની શુભ શરૂઆત ના પ્રસંગ સમયે ખોબલે ખોબલે આર્શીવાદ આપ્યા હતા

કન્યાની વિદાઈ વખતે કન્યા અને તેના માતા-પિતા, પરિવાર વચ્ચે ભાવુકતાં નાદ્રશ્યો જોવા મળ્યાં અને સમ્યક સેવા અને બૌદ્ધ લગ્ન સમિતી, માતા રમાબાઈ મહિલા મંડળ, તાલુકા અને શહેરના કાર્યકરોએ સમુહલગ્નમાં તન, મન, ધનથી સેવા આપી હતી..

 

અહેવાલ :- જગદીશ યાદવ (જુનાગઢ)