કોડિનાર: ગેરકાયદેસર બ્લેકટ્રેપ અને રેતી ખનીજનો ₹૨૫ લાખનો મુદ્દામાલ પકડી પાડતી તંત્રની કાર્યવાહી!!

⚖️ કોડિનાર: ગેરકાયદેસર બ્લેકટ્રેપ અને રેતી ખનીજનો ₹૨૫ લાખનો મુદ્દામાલ પકડી પાડતી તંત્રની કાર્યવાહી ⚖️

📍 કોડિનાર, તા. – કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ ગઈકાલે રેવન્યૂ વિભાગ, ખાણ અને ખનીજ કચેરી અને આર.ટી.ઓ. ની સંયુક્ત ટીમ દ્વારા રાબડીયા વિસ્તાર, પણાદર રોડ, કોડિનાર ખાતે ગેરકાયદેસર રીતે ખનીજના સ્ટોકનો છાપો માર્યો.

👷‍♂️ માલિકી ધરાવતાં માનસિંગભાઈ ગાડાભાઈ રાઠોડ ના ખેતરમાં બ્લેકટ્રેપ અને રેતીના ગેરકાયદેસર સ્ટોકની માપણી કરવામાં આવી.

💰 જપ્ત કરેલા મુદામાલની કુલ રકમ આશરે ₹૨૫ લાખ માની શકાય છે. **જેમા પડેલ *જે.સી.બી. મશીન*ને *સીઝ* કરીને, મામલતદાર કોડિનારને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

📜 આ ઉપરાંત, દંડકીય રકમ વસૂલવા માટે યોગ્ય નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી છે.

📠 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ, (સોમનાથ)