કોલકત્તામાં થયેલ મહિલા તબીબ ઉપર થયેલ બળાત્કાર અને હત્યા મામલે IMA દ્વારા રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યુ.

ગુજરાત

૯ ઓગસ્ટના પશ્ચિમ બંગાળના કોલકત્તા ની આર.જી કારની હોસ્પિટલમાં થયેલ મહિલા ડોકટર ઉપર ગેંગ રેપ અને હત્યાના બનાવ ને લઈ ઇન્ડિયન મેડિકલ એસોિયેશન દ્વારા ૨૪ કલાક સુધી કામ થી અળગા રેહવા માટે અને સરકારી દવાખાના ડોકટરો દ્વારા ત્રણ દિવસ સુધીની હડતાલ પર ઉતર્યા .

ડો.મોધુમિતા દેબનાથ ની ૯ ઓગસ્ટના કોલકત્તા ની આર.જી કારની હોસ્પિટલ ની અંદર ગેંગ રેપ કરી તેમની ક્રૂરતા પૂર્વક હત્યા કરવામાં આવી હતી , એક અઠવાડિયા થી વધુ સમય જવા છતાંય ગુનેગારો ને સજા નથી મળી , જેને લઈ ભાવનગરમાં ડોકટરો દ્વારા હડતાલ કરવામાં આવી હતી .
ભાવનગર ની સિવિલ હોસ્પિટલમાં ૫૦૦ વધુ ડોકટરો એકત્રિત થયા હતા અને પોતાની સલામતી માટે અને કોલકત્તામાં થયેલ જઘન્ય અપરાધ ના દોષી ને વેહલમાં વેહલી તકે સજા થાય તેવા સૂત્રોચાર કર્યા હતા .

ભૂતપૂર્વ ગુજરાત IMA પ્રેસિડેન્ટ ડો.મનસુખ કાનાણીએ જણાવ્યું કે જો ડોકટરો ની સુરક્ષા સરકાર નથી કરી શકતી તો અમોને રિવોલ્વરનુ લાઈસન્સ લેવાની ફરજ પડશે . સાથે સાથે એમ પણ જણાવ્યું કે કોરોના સમયે કેન્દ્ર સરકારે ડોકટરોની સુરક્ષાનો કાયદો બનાવ્યો હતો પરંતુ તે ફકત ત્રણ વર્ષ માટે જ લાગુ કરવામાં આવ્યો હતો .

અવાર નવાર ડોકટરો ઉપર હુમલા થતાં હોય છે દર્દીના સગા વ્હાલા ડોક્ટરોને મારવાની ધમકીઓ આપતા હોય છે તેવામાં કોલકત્તામાં થયેલ ગેંગ રેપ અને હત્યાના બનાવને ડોકટરોની સુરક્ષા સામે સવાલ ઉભા કર્યા છે .જેના અનુસંધાને સિવિલ હોસ્પિટલથી કલેકટર ઓફિસ સુધી ડોકટરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી અને કલેક્ટર ઓફિસમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું .

અહેવાલ :- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)