ખેડબ્રહ્માની નવરાત્રિમાં ગરબે ઘુમતી સિવિલ ડ્રેસમાં મહિલા પોલીસની રોમિયોગોરી ઉપર બાજ નજર.

સાબરકાંઠા

રાજ્યમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે તેવા સમયે રાત્રીના સમયે ગરબામાં મહિલા સહીત પુરુષો ઉપરાત યુવાનો પણ ગરબાને તાલે ઘૂમતા હોય છે. આવા સમયે પોલીસ સામે ગરબે ઘૂમતી મહિલાઓની સુરક્ષાનો સવાલ હોય છે અને કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી મહત્વની બની રહે છે ત્યારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પી.આઇ. બી.આર.પઢેરીયા દ્વારા મહિલા પોલીસની ખાનગી ટીમ બનાવી નવરાત્રિમાં મહિલા પોલીસ ઉપરાત અન્ય સ્ટાફ સિવિલ ડ્રેસમાં નવરાત્રી દરમિયાન ગરબા રમે છે અને રોમિયોગીરી કરતા અને છેડતી કરવાની પેરવી કરતા તત્વો ઉપર ખાનગી ડ્રેસમાં ગરબા રમતી મહિલા પોલીસ બાજ નજર રાખે છે અને કોઈ શંકાસ્પદ જણાય તો તેને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવે છે અને મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં મદદગારી થાય છે માટે આવા તત્વો હવે સાવધાન થઈ જાય નહિ તો પોલીસના હાથ તમારી ઉપર આવતા વાર નહીં લાગે, માટે સૌ ગરબા રમે અને તેની ગરિમા જાળવે તે જરૂરી છે

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)