ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે નવરાત્રિની ચાલતી તડામાર તૈયારીઓ, સ્વરા મ્યુઝિકલ ગ્રૂપના સથવારે ખેલશે ખેલૈયાઓ નવરાત્રી

સાબરકાંઠા

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં નવરાત્રીનો શુભારંભ ૩/૧૦/૨૪ થી થઇ રહ્યોં છે ત્યારે શહેર, મહોલ્લા અને શેરીઓમાં નવરાત્રીનો માહોલ જોવા મળશે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે તેવા સમયે ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ખાતે પણ માતાજીના નવ દિવસ સુધી ચાલનાર નોરતા માટેની તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે અને સમગ્ર નિજ મંદિર રંગબેરંગી રોશની સાથે ઝગમગાટ કરે તે માટેની તૈયારીઓ સાથે નવ દિવસ સ્વરા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા અલગ અલગ કલાકારોના સુરીલા અવાજમાં માતાજીના નોરતા રૂપી ગરબા ગાઈ ખેલૈયાઓને તરબોળ કરશે. આસો સુદ એકમને ગુરૂવાર ૩/૧૦/૨૪થી શરૂ થતી નવરાત્રી ૧૧/૧૦/૨૪ ના રોજ પૂર્ણ થશે.

માતાજીના હવનની પૂર્ણાહુતિ આસો સુદ આઠમના રોજ સાંજે ૪-૦૦ કલાકે કરવામાં આવશે. માતાજીના ગરબા વળાવવાનું મુહૂર્ત આસો સુદ નોમ ૧૨/૧૦/૨૪ ને શનિવારે રાત્રે ૯-૩૦ કલાકથી ૧૨-૩૦ કલાક સુધી રહેશે.

અહેવાલ :- ચંદ્રકાંત પ્રજાપતિ (સાબરકાંઠા)