રાજ્યના ડી.જી.પી. દ્વારા માદક પદાર્થ પકડવાની ડ્રાઇવ અન્વયે ગાંધીનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલનો દ્વારા સાબરકાંઠા જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચઢે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા *Say No To Durga* મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ વેચાણ કરનાર ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પી.આઇ. ડી.આર. પઢેરીયા તથા સ્ટાફ તપાસમાં હતા.
તેવા સમયે અંબાજીથી ખેડબ્રહ્મા આવતા રોડ ઉપર આર્ડેક્તા કોલેજ નજીક રોડ ઉપર ઇકો ગાડી આવતા ઊભી રાખી તપાસ કરતા માદક પદાર્થ ગાંજો ૩.૯૯૭ કી.ગ્રામ જેની કિંમત રૂ.૩૯,૯૭૦/-, મોબાઇલ નંગ -૨ કિંમત ૧૧૦૦૦/- , ઇકો ગાડી -GJ-07 DG-5718 જેની કિંમત ₹-૭૦,૦૦૦/- મળી કુલ ₹-૧,૨૦,૯૭૦ના મુદ્દામાલ સાથે એક બાળ કિશોર તથા સોલંકી નરેશ વિક્રમની અટકાયત કરવામાં સફળતા મેળવી હતી અને માદકની પદાર્થ હેરાફેરી કરવા બદલનો ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવા કાર્યવાહી કરવામાં આવેલ છે.
અહેવાલ – ચંદ્રકાંત પ્રજાપતિ, બ્યુરો ચીફ, (સાબરકાંઠા)