ખેરગામ
ખેરગામના ભસ્તા ફળિયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં છેલ્લા 21 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા હર્ષદભાઈ છગનભાઈ પટેલ વય મર્યાદાના કારણે નિવૃત થતા તેમનો વિદાય સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે નિવૃત્ત વિદાય સન્માન સમારંભનાં પ્રમુખ તાલુકા કેળવણી નિરીક્ષક પ્રશાંતભાઈ પટેલ,ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશકુમાર ચૌહાણ,મહામંત્રી કિરીટભાઈ પટેલ ખેરગામ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જીગ્નેશભાઈ પટેલ,તાલુકા પંચાયતના સભ્ય મોહિનીબેન,એસ. એમ. સી અઘ્યક્ષ મુકેશભાઈ પટેલ,વિજયભાઈ રાઠોડ,નિવૃત શિક્ષક અરવિંદભાઈ પટેલ ઉપસ્તિતમાં વિદાય સમારંભ યોજાયો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા હર્ષદભાઈ ની શિક્ષક તરીકેની કામગીરીને બિરદાવી હતી.તેમનું નિવૃત્ત જીવન નીરોગીમય ભક્તિમય અને સમાજસેવામાં પસાર થાય તેવી હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.શિક્ષક હર્ષદભાઈનું ઉપસ્થિત મહેમાનો દ્વારા પુષ્પગુજ સાથે સાલ ઓઢાડી નિવૃત્ત પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.તેમજ શાળામાં અભ્યાસ કરતા કેટલાક નાના વિદ્યાર્થીઓએ નિવૃત થઈ રહેલા શિક્ષક હર્ષદભાઈ ને ભેટ – સોગાત આપતા ભાવુક લાગણી સીલ મય દ્રશ્યો સર્જાયા હતા.આ પ્રસંગે પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો, નિવૃત્ત શિક્ષકો, એસ.એમ.સી ના સભ્યો, ગ્રામજનો, વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)