ખેરગામ
ખેરગામ ખાતે આવેલ જનતા માધ્યમિક શાળા આજ રોજ રોટરી ક્લબ ઓફ ચીખલી રીવરફ્રન્ટ , વલસાડ રક્તદાન કેન્દ્ર ના સહયોગ થી રક્ત ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો.જેમાં રોટરી કલબ ઓફ ચીખલી રિવર ફ્રન્ટ ના પ્રમુખ મનોજભાઈ શાહ , શ્વેતલભાઈ હશન ભાઈ , જનતા કેળવણી મંડળ ના પ્રમુખ અરવિંદભાઈ પટેલ , ઉપ પ્રમુખ શૈલેષભાઈ , પ્રશાંતભાઇ પટેલ ચેરમેન શશીકાંતભાઈ પટેલ સાથે મંડળ માં સર્વ હોદેદારો શ્રીઓ આચાર્ય ચેતન ભાઈ અને શાળા ના પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ નો શુભઆરંભ કરવામાં આવ્યો હતો .યોજાયેલ રક્ત કેમ્પ માં ખેરગામ ના કથાકાર પ્રફુલ ભાઈ શુક્લ ધારાસભ્ય-ગણદેવી નરેશભાઈ, તાલુકા પંચાયત ખેરગામના પ્રમુખ રાજેશભાઈ, ઉપપ્રમુખ લીનાબેન, ખેરગામ ગામના સરપંચ ઝરણાબેન,ખેરગામ ગામ ના ઉપસરપંચ જીગ્નેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીર, ખેરગામના મામલતદાર દલપત બ્રાહ્મણ કાચ્છ , ડો વૈશાલી બેન પટેલ તેમજ ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા.
જનતા માધ્યમિક શાળા માં યોજાયેલ રક્ત દાન કેમ્પ માં 29 રકત ની બોટલો એકત્રિત થઈ હતી . આ સાથે જનતા માધ્યમિક શાળા ના બહાર પ્રેવશ દ્વાર સામે વિધાર્થી ઓ અને પ્રજા માટે બનાવવામાં આવેલ પાકું બસ સ્ટોપ જે માર્ગ ની પહોળાઈ કરવાના કારણે તોડી પાડવામાં આવ્યું હતું.જેને લઈ વિધાર્થી ઓ અને પ્રજા ને મુશ્કેલ પડતી હોય એક જાગૃત નાગરિક દ્વારા બ્લડ કેમ્પ માં હાજર ધારાસભ્ય નરેશ ભાઈ પટેલ ને રજુવાત કરતા ધારાસભ્ય નરેશ ભાઈ દ્વારા એમના મદદનીશ ને કહી સાત લાખ ની ફાળવણી કરી પાક્કું બસ સ્ટેન્ડ નું નિર્માણ કરવાનો જાહેરાત કરતા ઉપસ્થિત સૌ અગ્રણી , સ્કુલ સંચાલક, સ્થાનિક પ્રજા દ્વારા તાળી ઓ થી વધવ્યા હતા.
અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)