ખેરગામ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે ધરમપુર – રૂમાલ માર્ગ પર થી પસાર થતી કારમાંથી વગર પાસ પરમીટ વગર નો વિદેશી બનાવટ નો દારૂ સાથે 2 આરોપી ને જડપી પડ્યા હતા જ્યારે 2 આરોપી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
ખેરગામ પોલીસ સ્ટેશન ના P.S.I. એમ. બી. ગામીત સ્ટાફ સાથે ખેરગામ પોલીસ સ્ટેશન ના વિસ્તાર માં પેટ્રોલિંગ કરી રહ્યા હતાં. એ દરમ્યાન અ. પો. કો. સંદીપ ભાઈ તથા રમેશ ભાઈ ને બાતમી મળી કે ધરમપુર તરફ થી એક સફેદ કલર ની ટોયોટા કંપની ની ઇનોવા કાર માં ઇંગલિશ બનાવટ નો વગર પાસ પરમીટ નો દારૂ ભરેલ હોય જે રૂમલા તરફ જઈ રહી હોય બાતમી ના આધારે પેટ્રોલિંગ પર નીકળેલ P.S.I. એમ. બી. ગામીત. તથા સ્ટાફ એ ધરમપુર થઇ રૂમલા માર્ગ પર વોચ ગોઠવી હતી એ દરમ્યાન ત્યાં થી બાતમી વાળી ઇનોવા કાર પસાર થઈ રહી હતી જે કાર ને અટકાવી કાર ની તલાશી લેતા કાર માં વગર પાસ પરમીટ વાળો ઇંગલિશ બનાવટ ના વ્હીસ્કી ની બોટલો ટીન કુલ 1293 જેટલી બોટલો મળી આવતા . ટોયોટા કંપની ની સફેદ કલર ની ઇનોવા કાર નંબર GJ – 01-HX – 3367 સાથે ઇનોવા કાર ચાલક ગણેશ ભાઈ રામુ ભાઈ કો. પટેલ ઉ. વ. 45 ધંધો. ડ્રાઈવિંગ રહેવાસી ઘર. નં. 219 મોટી દમણ તળાવ ફળિયા સાથે કાર માં સવાર ક્લીનર આશિષ પ્રકાશ હળપતિ. ઉ. વ. 30 ધંધો. મજુરી રહેવાસી કુંતા ગામ બાવળિ ફળિયા ને મુદ્દા માલ સાથે ઝડપી પાડયા હતાં જયારે મુદ્દા માલ ભરી આપનાર સુનીલ ભાઈ ભગુ ભાઇ પટેલ રહેવાસી નાની દમણ મશાલ ચોક દમણ અને પ્રકાશ વસાવા રહે. માંગરોળ જી. સુરત ને વોન્ટેડ જાહેર કર્યા હતા.
ખેરગામ પોલિસે બાતમી વાળી સફેદ કલર ની ટોયોટ કંપની ની ઇનોવા કાર GJ – 01 – HX – 3367 જેની કિંમત 4,00,0000 , બીયર ટીન બોટલો વ્હીસ્કી ની 1293 બોટલો જેની કિંમત 2,56,792 બે નંગ મોબાઈલ કિંમત 10,000 મળી કુલ્લે 6 , 66 ,792નાં મુદ્દા માલ સાથે 2 આરોપી ને ઝડપી 2 ને વોન્ટેડ કરી આરોપી ઓ વિરદ્ધ પ્રોહિબિશન ગુના એક્ટ કલમ મુજબ ગુનો નોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટ :- અંકેશ યાદવ , (ખેરગામ)