ગંદકી કરશો તો દંડ થશે અને દંડ ભરી નહીં શકો તો સ્વખર્ચે સ્વચ્છતા કરી આપવાની રહેશે મહાનગરપાલિકાનો નવતર પ્રયોગ.

જૂનાગઢ મહાનગરપાલિકાની નવતર પહેલના ભાગરૂપે ગંદકી કરનાર SBI બેંક પાસે દંડ વસુલવાને બદલે સ્વખર્ચે સફાઇ કરાવવામા આવી.
કમિશ્નરશ્રી ડો.ઓમ પ્રકાશ સાહેબ ઘ્વારા સ્વચ્છતા ને લઇ જૂનાગઢ મહા નગરપાલિકાની ઝીરો ટોલરન્સ નિતીને વ્યાપક મળી રહેલ આવકાર.

આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા ધ્વારા સ્વચ્છતા વિષયક ચાલી રહેલ શહેરની ડ્રાઇવ માન.કમિશ્નરશ્રી ડો.ઓમપ્રકાશ સાહેબના માર્ગદર્શન તથા નાયબ કમિશ્નરશ્રી ડી.જે.જાડેજા સાહેબની સુચના તેમજ સેનિ.સુપ્રી.શ્રી કલ્પેશજી.ટોલિયાની રાહબારી હેઠળ તમામ વિસ્તારોમા સરપ્રાઇઝ રૂપે થઇ રહી છે. જે સ્વચ્છતા ડ્રાઈવ દરમ્યાન જૂનાગઢના ઝાંઝરડારોડ વિસ્તારમા આવેલ સાંઇબાબાના મંદિર સામે એસ.બી. આઇ.બેંકના સ્ટાફ ઘ્વારા ઝાંઝરડારોડ પર આવેલ જાહેર વોંકળામા કચરો ઠાલવતા વોર્ડ નં.૫ ના એસ.આઇ.ના નજરે ચડેલ, જે બાબતે બેંકની રૂબરૂ મુલાકાત લઇ આ બાબતે મેનેજરશ્રીને વાકેફ કરવામા આવેલ, જયારબાદ મહાનગરપાલિકા કચેરી ખાતે સેનિટેશન સુપ્રિ.શ્રી કલ્પેશભાઇ ટોલિયા સાહેબને આ બાબતની જાણ કરવામા આવતા સેનિ.સુપ્રિ.શ્રી ઘ્વારા બેંકને વોંકળામા કરવામા આવી રહેલ ગંદકીની અનધિકૃત પ્રવૃતિ બાબતે ચર્ચા કરી બેંક ઘ્વારા દંડનાત્મક કાર્યવાહીરૂપે રકમ ભરપાઇ કરવા અન્યથા બેંકના સ્વખર્ચે વોંકળામા સફાઇ કરાવી આપવા લેખીતમા જાણ કરવામાં આવી હતી.

જે જાણ થતાની સાથે બેંક મેનેજરશ્રી મનીષભાઈ સાવલીયા ધ્વારા દંડની રકમ ભરપાઇ કરવાને બદલે વોંકળાની સફાઇ સ્વખર્ચે કરી આપીએ તેવી રજુઆત થતા તે રજુઆતને ગ્રાહય રાખી નવતર અભિગમ દાખવી જૂનાગઢ મહાનગરપાલિકા ધ્વારા દંડ લેવાને બદલે એસ.બી.આઇ. બેંક પાસેથી તેઓના ખર્ચે હાલ વોંકળા સફાઇની કામગીરી કરાવવામા આવી રહી છે. જેસીબી અને ટ્રેકટર મારફત હાલ વોંકળાની સફાઈ બેંક ધ્વારા થઇ રહી છે. આગામી દિવસોમાં શહેરના તમામ વ્યવાસીયક પ્રતિષ્ઠાનો તથા શહેરીજનો અને વેપારીઓ ધ્વારા સ્વચ્છતાને આગ્રહરૂપે અમલમા લાવવા અને મહાનગરપાલિકા—જૂનાગઢના કમિશ્નરશ્રી ડો.ઓમપ્રકાશ સાહેબની સ્વચ્છતા તથા ગંદકી બાબતે ઝીરો ટોલરન્સ નિતીને સર્વત્રથી વ્યાપક આવકાર મળી રહયો છે. તેમ યાદીના અંતમાં જણાવાયેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)