ગિરનારની પરિક્રમા દરમિયાન અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદન, પેદાશ, પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ, પ્લાસ્ટિક પેકિંગ મટીરીયલ્સ સાથે પ્રવેશ મનાઈ.

જૂનાગઢ

આગામી તા. ૧૨/૧૧/૨૦૨૪ થી તા. ૧૫/૧૧/૨૦૨૪ દરમિયાન ગરવા ગિરનારની પરિક્રમા યોજનાર છે. જેમાં આવનાર શ્રદ્ધાળુઓ, અન્નક્ષત્રો ચલાવનાર સંસ્થાઓ અને રાજ્યમાંથી આવતા સાધુ-સંતોશ્રીઓ તેમજ ધંધાર્થીઓને જણાવવાનું કે ગુજરાત સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગ સચિવાલય ગાંધીનગર ના પરિપત્ર તા. ૨૨/૦૫/૨૦૧૯થી વન્ય પ્રાણી અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાનોના વિસ્તારમાં પ્લાસ્ટિક ઉત્પાદન, પેદાશ, પ્લાસ્ટિક ચીજ વસ્તુઓ, પ્લાસ્ટિક પેકિંગ મટીરીયલ્સ વગેરે લઈને ધંધાર્થીઓ, અન્નક્ષેત્રો, રાજ્યમાંથી આવતા સાધુ સંતોશ્રીઓ અને શ્રદ્ધાળુઓ અભયારણ્ય/રાષ્ટ્રીય ઉદ્યાન વિસ્તારમાં પ્લાસ્ટિક સાથે પ્રવેશ કરવા તથા તેને ગમે ત્યાં ફેકવા પર મનાઈ હુકમ ફરવામાં આવે છે. જેના ઉલ્લંઘન બદલ ભારતીય વન સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ ૨૯તથા ૩૫ મુજબ ગુન્હો બને છે અને મહત્તમ દંડનીય કાર્યવાહી થઈ શકે. તેમજ તાજેતરમાં નામદાર ગુજરાત હાઇકોર્ટના કાર્યરત પી.આઈ.એલ.નં. ૦૬/૨૦૨૩ના કામે થયેલ દિશા નિર્દેશ મુજબ ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં સ્વચ્છતા જાળવવાની થાય છે તો પરિક્રમા દરમિયાન આવનાર દરેક લોકોને સહકાર આપવા વિનંતી છે તેમ નાયબ વન સંરક્ષકશ્રી જૂનાગઢ વન વિભાગ દ્વારા જણાવાયું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)