ગિરનારી ગણેશ મહોત્સવ : ભક્તિ, સંસ્કૃતિ અને સમાજસેવાનો અનોખો સંગમ.

જૂનાગઢમાં ૨૭ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ગિરનારી ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થવા જઈ રહી છે. આ મહોત્સવને ધારાસભ્ય સંજય કોરડિયાના સ્નેહાશીર્વાદ પ્રાપ્ત થયા છે, જેમાં ભક્તિ સાથે સમાજસેવાના વિવિધ સંદેશ પ્રસરાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

ગિરનારી ગણેશ મહોત્સવની વિશેષતા એ છે કે તેમાં પંચ ભક્તિનો સમન્વય જોવા મળશે. ઓપરેશન સિન્દુર, લોકલ ફોર વોકલ, સ્વચ્છતા અભિયાન અને રક્તદાન જેવા કાર્યક્રમો દ્વારા સમાજ પ્રત્યેની ફરજ નિભાવવા માટેનું અનોખું માધ્યમ ઉભું કરવામાં આવ્યું છે.

આ વર્ષે વિશેષ આકર્ષણરૂપે ગિરનારી ગણેશજીની પ્રાણપ્રતિષ્ઠા વિધિ યોજાશે. શ્રદ્ધાળુઓ માટે દરરોજ સવારે ૭:૦૦ વાગ્યાથી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંજે ૮:૦૦ વાગ્યે ભવ્ય આરતી અને રાત્રે ૭:૦૦ થી ૧૧:૦૦ સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પણ રહેશે.

ગણેશ મહોત્સવનું આ ભવ્ય આયોજન જૂનાગઢના ઝાંસીની રાણી સર્કલ ખાતે કરવામાં આવ્યું છે, જ્યાં ભક્તિ સાથે દેશભક્તિ, રાષ્ટ્ર પ્રેમ અને સામાજિક જવાબદારીના સંદેશો પ્રસરે તેવી તૈયારી કરવામાં આવી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ