
જુનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના ગીર પંથકમાં અચાનક પડેલા મૌસમી વરસાદ અને તીવ્ર પવનના કારણે ખેડૂતો માટે ભારે મુશ્કેલી ઉભી થઈ છે. ખાસ કરીને આંબાના પાકને મોટું નુકસાન થવાનાં સમાચાર સામે આવ્યા છે.
માળીયાહાટીના તાલુકાના વડીયા ગામમાં ભારે પવનની અસર સૌથી વધુ જોવા મળી છે. પવનના સઘન ઝોકાઓને કારણે વૃક્ષો પરથી કેરી સીધા જમીન પર પડી ગઈ. પરિણામે કેરીને વ્યાપક નુકસાન થયું છે અને શેકાતા પાકના નાશથી ખેડૂતોનું મોટું આર્થિક નુકસાન થયું છે.
અનુમાન છે કે અનેક બાગાયતી ખેડૂતો અને આંબાનાં ઇજારેદારોને અડધો પાક ગુમાવવો પડ્યો છે. પહેલા જ મોંઘવારી અને ઉત્પાદન ખર્ચથી પીડાતા ખેડૂતો માટે આ એક પ્રાકૃતિક આફત સમાન છે.
હવે ખેડૂતો સરકાર અને ખેતી વિભાગ તરફ સહાયની આશા રાખી રહ્યા છે. જો યોગ્ય વળતર અને સહાય ન મળે તો આ બાગાયતી ખેડૂતો માટે આ નુક્સાન ઉકેલવો મુશ્કેલ બની શકે છે.
અહેવાલ :- પ્રતિાપ સીસોદિયા, માળીયાહાટીના