ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારમાં એલસીબીની ટીમે રેડ ચલાવી મોટું પ્રોહીબીશનનું કૌભાંડ ઝડપ્યું

ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ગીરગઢડા પો.સ્ટે. વિસ્તારમાં એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

એલસીબીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આતમણા પડ ગામની પાણખાણ સીમમાં આવેલી વાડીમાં દારૂના મોટાપાયે જથ્થાની હડતાળ કરવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ ROYAL BLUE MALT WHISKEYની કુલ ૧૨૩ પેટીઓ મળતાં રૂ. ૫.૯૦ લાખથી વધુનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, સમગ્ર રેડ દરમિયાન એક મોબાઇલ ફોન સહિત કુલ મુદામાલ રૂ. ૫.૯૩ લાખનો જપ્ત કરાયો છે.

પોલીસે ઘટનાસ્થળેથી બે ઇસમોની ધરપકડ કરી છે જ્યારે ત્રણથી વધુ આરોપીઓ હજુ ફરાર છે અને પોલીસે તેમની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.

આ કામગીરી ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા અને જૂનાગઢ રેન્જના આઈજીপি નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ હાથ ધરાઈ હતી.

હજી પણ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ઈસમોની પુછપરછ અને કડીઓ જોડવાની કાર્યવાહી સતત ચાલુ છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ