ગીરનાર ઉપર અંબાજી મંદિરે આઠમનો હવન શુક્રવારે યોજાશે બપોરે બીડું હોમાશે.

જૂનાગઢ

જુનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિરે આસો નવરાત્રી આઠમના હવન અંગે મંદિરના મહંતશ્રી તનસુખગીરી બાપુ એ જણાવાયું છે કે માતાજીના નવલા નોરતાના અનુષ્ઠાન અને માતાજીની રોજબરોજની પૂજા અર્ચન અને આરતી અને હવનષ્ટમી આઠમનો યજ્ઞ તારીખ ૧૧ને શુક્રવારના રોજ યોજવામાં આવશે વહેલી સવારે યજ્ઞ શરૂ થશે, બપોરે 12:00 વાગે બીડુ હોમવામાં આવશે ત્યારબાદ મહા આરતી અને ભાવિકો માટે મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરાયું છે જેમાં માતાજીના દર્શને પધારેલા ભાવિકો માટે મહાપ્રસાદ નું અનેરુ આયોજન કરાયું છે સાથે સાથે નવરાત્રીમાં અનુષ્ઠાન કરી રહેલા પૂજારીઓ હવનમાં ભાગ લેશે.

તદ્ઉપરાંત જવાહર રોડ ઉપર આવેલ ભીડભંજન મહાદેવની જગ્યા ખાતે પૂજ્ય તનસુખગીરી બાપુ ની નિશ્રામાં વાઘેશ્વરી માતાજીના અનુષ્ઠાનના હવનના દિવસે યજ્ઞ યોજાશે જેમાં પૂજ્ય બાપુ દ્વારા ગરબી મંડળની બાળા ઓને પ્રસાદ અને લાણીનું વિતરણ કરવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)