ગીરમાં ઈકોઝોનનો વિરોધ દિવસેને દિવસે વકરી રહ્યો છે.

જૂનાગઢ

ઇકોઝોન માટે લડત લડનાર પ્રવિણ રામના આહવાન બાદ ગઈ કાલે રાત્રે વિસાવદર તાલુકાના લીમધ્રા, હરીપુર અને ખાંભા ગામોની અંદર નાની બાળકીઓએ ઇકોઝોન નાબૂદ કરો નામના બેનરો લઈને રાસ રમી ઈકોઝોન વિરુદ્ધમાં પ્રતીકાત્મક વિરોધ નોંધાવ્યો હતો હે અંબે માં , ઇકોઝોન નાબૂદ કરવા સરકારને સદ્બુદ્ધિ આપો આવા બેનરો સાથે આ ગામોમાં નવરાત્રિનું આયોજન થયું હતું

આવા આયોજન બદલ આપ નેતા પ્રવિણ રામે સ્થાનિક આગેવાનો હરેશભાઈ સાવલિયા, મથુરભાઈ અને જયસુખભાઇ અને ગ્રામજનોનો આભાર માન્યો હતો તેમજ હજુ બધા ગામોમાં આ પ્રોગ્રામ થશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

પ્રવીણ રામે 2 ઓક્ટોબરથી ઇકોઝોન વિરુદ્ધમાં માં મહાઅભિયાન કરવાની જાહેરાત કરી હતી જેમના અંતર્ગત તમામ 196 ગામોમાં ઇકોઝોન નાબૂદ કરવાના બેનર સાથે ગરબી રમવા લોકોને અપીલ કરી હતી

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)