ગીર સોમનાથ
હાલ ચાલી રહેલા મોહરમ માસ જે મુસ્લિમ સમાજનું નવું વર્ષ પણ કહેવામાં આવે છે અને શહીદે કરબલા માં જે કુરબાની ઇમામે હુસેન ને આજ મહિના મા આપેલી જેની યાદમાં મુસ્લિમ સમાજ મહોરમની પહેલી તારીખથી દસ તારીખ સુધી આમ ન્યાઝ સબિલે હુસૈન તેમજ અલ્લા ની બદગી કરવામાં આવે છે
જેમાં ઊના તાલુકાના સીમાસી ગામ મા 10 જેટલા સ્ટોલ નાખવા મા આવ્યા છે અને દરેક સ્ટોલ મા અલગ અલગ ખાણી પીણી રાખવા મા આવે r જેવી કે બટેટા વડા છે ભજીયા છે ખમણ છે મીઠો ઝરદો છે ફ્રુટસલા શરબત એવી વાનગીઓ બનાવી બપોરના ચાર વાગ્યાથી લઈ અને સાંજના 7:00 વાગ્યા સુધી વહેંચવામાં આવે છે અને ઇમામે હુસેનની જે ભૂખ અને પ્યાસની જે તકલીફો ઉઠાવી છે તેમની યાદ મનાવવામાં આવે છે
જેની અંદર દરેક જાતિ જ્ઞાતિ ના લોકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે
અને મહિલાઓ ની પણ અલગ થી 10 દિવસ મિલાદ અલગથી વ્યવસ્થા રાખવામાં આવે છે અને રાત્રે ઈશા ની નમાજ બાદ જુમ્મા મસ્જિદ મિલાદ રાખવામાં આવે છે જેની અંદર ઇમામે હુસેન જે કરબલાની દાસ્તાન છે એ સંભળાવવામાં આવે છે અને એની યાદ તાજી કરવામાં આવે છે મિલાદ બાદ આમ નિયાઝ રાખવામાં આવે છે અને આજ રીતે દસ દિવસ પૂર્ણ થયા બાદ તાજીયા મનાવવામાં આવે છે જે હાલ સીમાસી મા નથી બનતા પણ ઉના ગીર ગઢડા શહેરોમાં બનાવવામાં આવે છે
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)