ગીર સોમનાથ
ગીર સોમનાથ જીલ્લાના કોડીનાર તાલુકાઆજથી બે વર્ષ પહેલા પોસ્કો અંગેનો ગુન્હો નોંધાયેલ જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને તકસિરવાન ઠરાવી દેહાતદંડ-ફાંસીની સજા અને રૂા.૨૫૦૦૦/-નો દંડ ફરમાવેલ છે.આ કેસની વિગતો આપતા જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે આજથી બેક વર્ષ પહેલા આરોપીએ ભોગ બનનાર મરણ જનાર ઉ.વ.૦૮ ની સાથે દુષ્કર્મ કરી મોત નિપજાવી મરણ જનાર બાળકીની લાશને બાચકામા ભરી અવાવરૂ જગ્યાએ મુકી દિધેલ અને તેઅંગે ગુન્હો નોંધાતા આ બનાવની ગંભીરતાને લક્ષમા લઇ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા એ તપાસ માટે એસ.આઇ.ટી. ની રચના કરેલ તેમાં એ.એસ.પી જાટ, સંદિપસિંહ ચુડાસમા, પી.આઇ અશોક મકવાણા સહીતનાએ ખુબ જ ટુકા સમયમા માત્ર ૨૫ દિવસમા આરોપીની ઓળખ કરી આરોપી વિરૂધ્ધ વૈજ્ઞાનિક તેમજ અન્ય પુરાવા મેળવી તપાસ પુર્ણ કરી ચાર્જશીટ કરતા કોડીનાર એડી. ડ્રિસ્ટ્રીક એન્ડ સેસન્સ.જજ સમક્ષ આ કેસ ચાલેલ જેમા સરકાર પક્ષે જીલ્લા સરકારી વકિલ અને સ્પે.પી.પી તરીકે કેતનસિંહ વાળા ને પ્રોશિક્યુશન કેસ.ચલાવવા ગ્રહમંત્રી હર્ષ સંધવી, કાયદા મંત્રી અને ડ્રાયરેકટર ઓફ પ્રોશિકયુશન એ આદેશ કરેલ હતો.
આ પોક્સો કેસમાં કુલ ૫૫ દસ્તાવેજી પુરાવો રજુ કરેલ અને ફરિયાદ પક્ષે સાહેદોમા ભોગ બનનારના પરિવારજનો, પાડોશી, સહ અધિયાયી અને પોલીસ તેમજ એફ.એસ.એલ. ના અધિકારીઓને તપાસે લેતા જે અનવ્યે તમામ દસ્તાવેજી પુરાવાઅને તેને સમર્થનમા આપાયેલ સાક્ષીની હકિકત લક્ષમા લઇ આજરોજ કોડીનાર એડી.ડ્રિસ્ટ્રીક એન્ડ સેસન્સ જજ એસ.આઇ.ભોરાણીયાએ આરોપી શામજી ભીમા સોલંકી ઉ.વ.૩૦ રહે જંત્રાખડી વાળાને તકસિરવાન ઠરાવી દેહાતદંડ-ફાંસીની સજા અને રૂા.૨૫૦૦૦/-નો દંડ ફરમાવેલ છે. આરોપીને સજા મળે એ માટે જુનાગઢ જીલ્લા પોલીસ તંત્રએ પુરાવો મેળવવા એસ.પી. જાડેજાના માર્ગદર્શન તળે વૈજ્ઞાનિક ઢબે એફ.એસ.એલ. અને અન્ય પરિક્ષણ અહેવાલો કેસમા તપાસ દરમ્યાન મેળવેલ પોલીસની કામગીરીને લીધે નામદાર કોર્ટમા સમગ્ર કેસમા પુરવાર કરી આ બનાવ બાબતે ગ્રહમંત્રી અને કાયદામંત્રી દ્વારા નાના અને છેવાડાના ગામની માસુમ બાળકોને ન્યાય મળે તે માટે ચિંતિત રહેતા હતા અને અંતે નામદાર કોર્ટ આજે ન્યાયનુ શાસન દેશમાં પ્રવર્તે છે તે બતાવી આપેલ છે. પીડીત ભોગ બનનાર બાળકોના પરિવારજનોને વળતર લાભ આપવાની રજુઆત પણ નામદાર અદાલતે ગ્રાહ્ય રાખેલ હોવાનું જીલ્લા સરકારી વકીલ કેતનસીંહ વાળા એ અંતમાં જણાવેલ છે.
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)