ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર ખાતે ચાલી રહેલી 18 પુરાણ જ્ઞાનયજ્ઞ કથા માં બીજા દિવસે પદ્મ પુરાણ અંગે વિસ્તૃત સમજણ આપી. આ ભવ્ય કથામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો.

ગીર સોમનાથ

કોડીનાર ખાતે ચાલી રહેલા 18 દિવસ 18 પુરાણ જ્ઞાનયજ્ઞ કથામાં પ્રખર વક્તા ડો. મહાદેવપ્રસાદ મહેતાએ વિશ્વ પર્યાવરણ અને પ્રકૃતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી તેઓએ જણાવ્યું હતું કે પુરાણોમાં પણ ઋષિમુનિઓ એ પર્યાવરણ અને પ્રકૃતિની ચિંતા કરતા હતા. તે સમયે સહસ્ત્રા અર્જુન દ્વારા સુંદર વનને બાળવામાં આવેલું ત્યારે એ વનમાં રહેલા ઋષિ વશિષ્ઠ ઋષિના શ્રાપથી સહસ્ત્રાઅજુનનો વધ કરવા ભગવાને પરશુરામનો અવતાર લીધો હતો. એક વૃક્ષ પણ માનવ જીવનને કેટલું ઉપયોગી છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી ભારતમાં કીમકા નામની મહિલાએ 8000 જેટલા વૃક્ષો વાવતા સને 2019 માં સરકાર એ તેમને પણ પદ્મશ્રી આપવામાં આવેલો તેની માહિતી આપી હતી અને ઇન્દોર ખાતે કનકેશ્વરી માતાજીના સાનિધ્યમાં 51 લાખ વૃક્ષ વાવી તેને હરિયાળું બનાવવી અને પ્રકૃતિ બચાવવા ના કરેલા સંકલ્પને પણ બિરદાવ્યું હતું અને દરેક મનુષ્ય એક વૃક્ષ અવશ્ય વાવવું જોઈએ જ એવું જણાવ્યું હતું

આંતરરાષ્ટ્રીય કથાકાર મહાદેવ પ્રસાદ મહેતાએ આજે બીજા દિવસે પદ્મ પુરાણ અંગે વિસ્તૃત સમજણ આપી હતી પદ્મ પુરાણને ભગવાનનું હૃદય જણાવ્યું હતું. જેમાં 703 અધ્યાય ૫૫ હજાર સ્લોક અને સાત ખંડની ચર્ચાઓની ઝલક આપી હતી ભાગવત કથાના તમામ રહસ્યો આ કથામાં હોવાનું જણાવીને આ પુરાણ ના પુષ્કર તીર્થમાં સૌથી મોટી માહિતી છે તેનું રહસ્ય જણાવ્યું હતું વર્તમાન યુગમાં ઘટતી જતી કુટુંબ ભાવના અંગે પણ ચિંતા વ્યક્ત કરીને ડો.મહાદેવ પ્રસાદ એ જણાવ્યું હતું કે સમાજના કુટુંબોમાં કુટુંબ વાત્સલ્યતા જળવાઈ રહે અને કુટુંબને ધર્મ સંકલન સાથે જોડવા માટે દરેક કુટુંબના લોકોએ સાંજનું ભોજન સાથે જ કરવું જોઈએ તેવું જણાવ્યું હતું પદ્મા પુરાણમાં રહેલા સાત ખંડો અંગે જણાવ્યું હતું કે આ પુરાણમાં સૃષ્ટિખંડ જેના 82 આધ્યાય ભૂમિ ખંડમાં 125 અધ્યાય સ્વર્ગ ખંડમાં 62 અધ્યાય ગ્રહણ ખંડમાં 26 અધ્યાય પાતાળ ખંડ 127 અધ્યાય ઉત્તરખંડમાં 255 અધ્યાય અને ક્રિયા યોગ સારખંડ 26 અધ્યાય હોવાનું જણાવ્યું હતું.

કથાના બીજા દિવસે કથા મંડપ માં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા મંડપ ટૂંકો પડ્યો હતો ગુજરાતમાં ગૌરવશાળી એવા 18 પુરાણ જ્ઞાન યજ્ઞ નું પ્રથમ વખત જ કોડીનારમાં આયોજન થઈ રહ્યું હોય લોકો મોટી સંખ્યામાં સાંભળવા માટે આવી રહ્યા છે.

અહેવાલ :- દિપક જોશી (પ્રાચી ગીર સોમનાથ)