ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ ડીમોલેશન વિશે પ્રતિક્રિયા આપી હતી જેમાં ચોક્ક્સપણે ઇશારાથી કામ થયું છે..વિસ્તારમાં વેરાવળ તાલુકામાં ઇનાજ છે.તાલાલા તાલુકાનું ઘુસિયા, માલ જીંજવા, ઉમરેઠિ,પ્રાંચી છે ત્યાં કોંગ્રેસને વધુ મત મળ્યા છે ત્યાં થયું છે ત્યાં ચોક્કસપણે એવું થયું છે..
તાલાલા ભગવાનભાઈ બારડનું ગામ બાદલપરા છે વ્યકિતગત રસ લઈને પોતનાં ગ્રામ પંચાયત માંથી અમુક લોકોને નોટિસ આપે અને અમુક લોકોના ઘર પાડે છે..ત્યાંના ગ્રામજનો આવેલા અને રજુઆત કરેલ કે ડીમોલેશન આખા ગામનું સામૂહિક થવું જોઈએ.. વ્યક્તિગતના થવું જોઈએ…ઉના વિસ્તારમાં પેશકદમીઓ રસ્તાઓમાં હોય એ દૂર થવી જોઈએ.રસ્તા ચોખ્ખા થવા જોઈએ.. પ્રી મોન્સુન કામગીરીમાં પાણીના નિકાલ માં અડચણ હોય તેવી પેશકદમી દૂર થાય તેમાં કૉંગ્રેસ સાથે છે.પણ આ ભારતીય જનતા પાર્ટી બેઘર બનાવી રહી છે અને બેરોજગાર બનાવી રહી છે જે ભાજપે સરકારે આપવાની હોય છે.. રોજગાર અને રહેઠાણ મૂળભૂત જરૂરિયાત છે. તેની વૈકલિલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ..ઘુસિયા ગામમાં 12 પરિવારોને બાપદાદાના સમયના ઘરો હતા તે પાડી નાખ્યા છે તેની કોઈ વ્યવસ્થા નથી કરી.આ વિસ્તારની નેતાગીરી નબળી પુરવાર થઈ છે.
આ વિસ્તારની સમસ્યા ખનિજ ચોર સામે છે.દીવ થી માધુપુર સુધી દરિયા કિનારો છે જેમાં અસંખ્ય લોકો ખનિજ ચોરી ઉપર કામ કરે છે અને તે ભારતિય જનતા પાર્ટીના આગેવાનો છે, ધારાસભ્યો છે યા તો સાંસદ સભ્ય છે તેની બિનકાયદેસર ખાણો ચાલે છે.તેની ઉપર સકંજો કરવો જોઈએ તેના બદલે સામાન્ય માણસો ઉપર ચાલે છે. ગેરકાયદેસર દારૂ આ વિસ્તારમાં ધમધમે છે .સામાન્ય વિસ્તારમાંથી આવી ને કહે છે કે આ દારૂ બંધ કરાવો.દારૂના હાટડાઓ બંધ નથી થતા એક નવો કોન્સેપ્ટ ભારતીય જનતા પાર્ટી લાવી છે એ એટલે ડ્રગ્સ.જે દીવ થી કચ્છ સુધી દર 3 દિવસે આ પડીકા મળે છે.આ પડીકા દુકાનમાંથી મળે છે.ક્યાંથી આવે છે ? મતલબ આખે આખી બોર્ડર છે એ રેડી છે.આવતી પેઢી ડ્રગ્સ તરફ વળી છે અને એ ડ્રગ્સમાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ભારતીય જનતા પાર્ટી.અને તેમના લીધે લોકોને ખેદ છે.. દર 3 દિવસે ડ્રગ્સ મળે છે, દારૂ બેફામ છે,ખનિજ ચોર બેફામ છે આ લોકોને અંકુશ કરવાની તંત્ર એ જરૂર છે. અને તેના માટે ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય અને સાંસદ વામણા પુરવાર થયા યા તો એ પોતે તેમાં સામેલ છે તેવો માહોલ દેખાય રહ્યો છે.
અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)