ગીર સોમનાથ (વેરાવળ)
વેરાવળ ભીડીયા ખાતે પોલીસની મીઠી નજર નીચે બુટલેગરો દ્વારા જાહેરમાં દારૂ, ક્રિકેટ સટ્ટા, ડ્રગ્સ અને જુગાર તથા યંત્ર ની ગેમ ચલાવવામાં આવે છે જે અંગે ધારાસભ્ય વિમલ ચુડાસમા એ ગીર સોમનાથ એસપીને પત્ર લખી કાર્યવાહી કરવાની માંગ કરી
વેરાવળ-ભીડીયા ખાતે સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે પાણી અને સોડાની બોટલ જેમ ઇંગ્લિસ દારૂ બુટલેગરો દ્વારા બેફામ વેચવામાં આવી રહેલ છે તેમજ ક્રિકેટના સટ્ટાઑ પણ મોટા ભાગે ઉપરોક્ત વિસ્તારમાં જાહેરમાં બેફામ ચાલી રહેલ છે, તેવી જ રીતે ડ્રગ્સ અને જુગાર પણ વેરાવળ-ભીડીયા વિસ્તારમાં સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે જાહેરમાં ચાલી રહેલ છે, ત્યારે પણ સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં આવતું નથી, જે અંગે મોટા પ્રમાણમા અમોને લોકો દ્વારા મૌખિક ફરિયાદો પણ આવેલ છે, કારણ કે બુટલેગરો કોઈપણ ભય વિના જાહેરમાં ઇંગ્લિશ દારૂ અને ડ્રગ્સ સપ્લાય તથા છૂટક વેચી રહેલ છે તેમજ જાહેરમાં ક્રિકેટના સટ્ટા તથા જુગાર અને યંત્ર ની ગેમ ચાલી રહેલ છે, જેના કારણે હાલની યુવા પેઢી દારૂ, જુગાર, સટ્ટા, ડ્રગ્સ તથા યાનતા ની ગેમ ના રવાડે ચડી યુવા પેઢી બરબાદ થઈ રહેલ છે, એક તરફ દારૂ બંધીની વાત થાય છે ત્યારે વેરાવળ-ભીડીયા ખાતે જાહેરમાં દારૂ, જુગાર, સટ્ટા ચાલી રહેલ હોવા છ્તા સ્થાનિક પોલીસ દ્વારા કોઈ બુટલેગરો ઉપર એક્શન લેવામાં આવતું નથી, જેથી તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી રેડ કરી પકડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અન્યથા લોકોની ફરિયાદોને ધ્યાને લઈ જાણતા રેડ કરીશું તેમજ આવેદન પત્રો આપીશું તથા જરૂર પડ્યે ગાંધીચિધ્યા માર્ગે આંદોલન પણ કરવામાં આવશે અને ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત પણ કરવામાં આવશે
અહેવાલ મહેન્દ્ર ટાંક ગીર (સોમનાથ)