ગુજરાત
ગુજરાત અને દેશમાં લોકોને છેતરાતા તત્વો સામે ગ્રાહક સુરક્ષા સારી કામગીરી કરે છે, ત્યારે આજે 16મી ઓગસ્ટે ગુજરાતમાં દેશના ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ ગુજરાતમાં ઇસ્કોન અંબે વેલી ખાતે યોજાયો હતો અને તેમાં દેશના 20 થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 200 સ્વૈચ્છિક ગ્રાહક સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લીધેલ કન્ઝ્યુમર કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ‘CCI’ એ દેશમાં સૌથી મોટું નેટવર્ક અને ગ્રાહક સંગઠનોનું રાષ્ટ્રીય ફેડરેશન છે. CCI ની સ્થાપના 2001 માં નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ગ્રાહક સંસ્થાઓ વતી કરવામાં આવી હતી,ત્યારથી તે દેશના ઉપભોક્તા ચળવળને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે. CCI ઉપભોક્તા હિત સંબંધિત વિવિધ મુદ્દાઓ પર દેશના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય પરિષદો, સેમિનાર અને વર્કશોપનું નિયમિત આયોજન કરે છે.
કન્ઝ્યુમર કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ‘CCI’ એ દેશમાં સૌથી મોટું નેટવર્ક અને ગ્રાહક સંગઠનોનું રાષ્ટ્રીય ફેડરેશન છે. CCI ની સ્થાપના 2001 માં નવી દિલ્હીમાં કોન્સ્ટિટ્યુશન ક્લબ ખાતે ગ્રાહક સંસ્થાઓ વતી કરવામાં આવી હતી. ત્યારથી તે દેશના ઉપભોક્તા ચળવળને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે. CCI ઉપભોક્તા હિત સંબંધિત વિવિધ મુદ્દાઓ પર દેશના વિવિધ વિસ્તારોમાં રાષ્ટ્રીય પરિષદો, સેમિનાર અને વર્કશોપનું નિયમિત આયોજન કરે છે.કાર્યક્રમમાં આવેલા તમામ પ્રતિનિધિઓનું સન્માન કરાયું.ખાદ્ય પદાર્થ મીલાવટ અને ગ્રાહકોને છેતરતા તત્વો સામે કઈ રીતે લડવું તેની પણ ચર્ચા કરાઈ હતી અને આવા લોકોને વધુ કડક સજા થાય તેવી પણ માંગ કરાઈ હતી.અંબાજીમા દેશના ગ્રાહક આંદોલનકારીઓની રાષ્ટ્રીય પરિષદનું આયોજન થયુ.થીમ ‘ભારતમાં ગ્રાહક સુરક્ષા વ્યવસ્થાની પડકારો અને ભાવિ વ્યૂહરચના’ રાખવામાં આવી છે. આભાર વિધિ અંબાજી દાંતા એકમના ગ્રાહક સુરક્ષાના વિપુલ ગુર્જર દ્વારા કરાઈ હતી.
આજના કાર્યક્રમમાં અરુણ કુમાર ,રાષ્ટ્રીય અધ્યક્ષ,કન્ઝ્યુમર કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયા ખાસ હાજર રહ્યા હતા.અનંતશર્મા, ચળવળ, સ્થાપક સીસીઆઇ.પ્રીતિ પંડ્યા નેશનલ પ્રેસિડેન્ટ.જિલ્લા પુરવઠા અધિકારી રુચિ પટેલ,નિયામક ગ્રાહક સુરક્ષા હર્ષ ઠક્કર જિલ્લા તોલમાપ તેજસ પટેલ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ અને વિપુલ ગુર્જર અંબાજી ગ્રાહક સુરક્ષા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)