
જૂનાગઢ:
રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ સુરક્ષા અને શાંતિ જાળવી રાખવા માટે પોલીસ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં આગામી 96 કલાક સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે તા.15 મે સુધી પ્રચંડ અવાજ કરતા ફટાકડા ફોડવા પર પણ પાબંધી લાગુ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક શ્રી વિકાસ સહાયે સ્પષ્ટ સંદેશો આપતાં જણાવ્યું કે, “રાજ્યમાં અશાંતિ કે અસુરક્ષા પેદા થાય તેવી કોઈ પણ પ્રવૃત્તિના સહન નહીં કરવામાં આવે. નિયમનનાં ઉલ્લંઘન પર કાયદેસર અને કડક પગલાં લેવામાં આવશે.”
આ નિર્ણય સમગ્ર રાજ્યમાં અમલમાં આવી ચુક્યો છે અને જે કોઈ વ્યક્તિ કે સંસ્થા આ પાબંદીની અવગણના કરશે, તેમના સામે IPC કલમો હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
આ પગલાંઓ પાછળનો હેતુ એ છે કે કોઈ પણ પ્રકારની અશાંતિ, અસામાજિક પ્રવૃત્તિ કે જાહેર શાંતિમાં વિક્ષેપ ઊભો ન થાય. ખાસ કરીને જાહેર સ્થળો, ધાર્મિક સ્થળો અને ભીડભાડ વાળા વિસ્તારોમાં સુરક્ષાને અગ્રિમ રીતેઃ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ