ગુજરાતમા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સતત સામે આવી રહ્યા છે માટે તંત્રને સતર્કતાના મુદ્દે ભરૂચ નગરપાલિકા વિપક્ષના નેતાઓ દ્રારા જિલ્લા આરોગ્ય વિભાગને કરી રજૂઆત.

ભરૂચ

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસ સતત સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે 31 જેટલા કેસ સામે આવ્યા છે, જ્યારે 19 બાળકોના મોત થયા છે. સદનસીબે ભરૂચમાં આવો કોઈ કેસ સામે આવ્યો નથી. પરંતુ પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. જેથી આરોગ્ય વિભાગ અને નગરપાલિકા વહેલી તકે એક્શન પ્લાન બનાવી શહેર તેમજ જિલ્લાના તમામ ઘરોનું સર્વે કરી ત્યાં દવાનો છંટકાવ કરે. કોઈપણ બાળક બીમાર જણાય અને તાવ આવતો હોય તો તાત્કાલિક સારવાર આપવામાં આવે તેમજ જિલ્લા અને શહેરમાં ચાલતા આરોગ્ય કેન્દ્રમાં પૂરતો સ્ટાફ મુકવામાં આવે. લોકોને સેન્ડફ્લાય માખી થી કઈ રીતે બાળકોનો જીવ લઈ રહ્યો છે તેમજ ચાંદી પૂરા વાઇરસના લક્ષણો, તે થવાના કારણો વગેરે બાબતે જનજાગૃતિ કરવામાં આવે.

નગરપાલિકા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં કચરાના ઢગલા ઉઠાવવામાં આવે નિયમિત સાફસફાઈ કરવામાં આવે, ખુલ્લામાં વરસાદી પાણી ભરાતું હોય એવી જગ્યાએ દવાનો છટકાવ કરવો જોઈએ તેવી માંગ સાથે આ આવેદનપત્ર પાઠવી રહ્યા છે.

હાલમાં એવા કોઈ સંકેત મળી રહ્યા નથી કે તંત્ર આ બાબતે સતર્ક થયું હોય. જેથી તંત્ર જાગે અને આ બાબતની ગંભીરતા લઇ તાત્કાલિક અસરથી એવી કામગીરી કરે કે જેથી ભરૂચ શહેર અને જિલ્લાનું એક પણ બાળક ચાંદીપૂરા વાઈરસની ઝપેટમાં ન આવે.

આ બાબતે નગરપાલિકા વિપક્ષ નેતા સમશાદઅલી સૈયદ, દંડક હેમેન્દ્ર કોઠીવાલા, કાઉન્સિલર ઈબ્રાહીમ કલકલ, ઝુલ્ફીકાર રાજ, વિનય વસાવા, રાકેશ શુક્લા, દેવેન્દ્ર રાણા, જાકીર પટેલ, પ્રિતેશ ભગત, વસીમ પઠાણ, નવીન રાજગોર, સોયેબ સુજીનીવાલા સહીત આગેવાનોએ આરોગ્ય અધિકારી અને ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી.

અહેવાલ:- નીતિન માને (ભરૂચ)