વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરીંગ અને ગણિત (STEM) ક્ષેત્રમાં જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા આસ્થય થી સમગ્ર ગુજરાત રાજ્ય માં ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ સ્પર્ધા ૨૦૨૪ નું આયોજન આગામી તા.૦૨ થી ૦૫ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ કરેલ છે આ સ્પર્ધા દરેક તાલુકા કમ જિલ્લા કક્ષાની ઓનલાઈન સ્પર્ધા યોજાશે,આ સ્પર્ધા માં દરેક તાલુકા માંથી ૧૦ વિધાર્થીઓની પસંદગી માર્ક પ્રમાણે થશે અને તેઓ ને રાજ્ય કક્ષા એ આગળ જશે સાથે તેઓને 2 કરોડ ના ઇનામો જીતવાની ની તક તો ખરીજ વધુ માં સ્પર્ધા ઓનલાઇન માઘ્યમથી યોજાવાની છે તો ૨૪ × ૫ દિવસ માં ગમેતે સમયે પરીક્ષા આપી શકે છે વધુ માહિતી માટે
શ્રી બ્રહ્માનંદજી લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ સંપર્ક કરવો આ તકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જૂનાગઢ તથા લોક વિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢ જહેમત ઉઠાવી રહયા છે તેમ પ્રતાપસિંહ ઓરા એ એક યાદીમાં જણાવેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)