ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા સીધા ધિરાણની વિવિધ યોજનાનો લાભ લેવા જૂનાગઢ જિલ્લાના સફાઈ કામદારો અને તેઓના આશ્રિતોને અનુરોધ.

જૂનાગઢ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઈ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓ જેવી કે મહિલા સમૃદ્ધિ યોજના રૂ.૧,૦૦,૦૦૦. માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના રૂ.૧,૦૦,૦૦૦. વ્યક્તિગત લોન યોજના રૂ.૨,૦૦,૦૦૦. સીધા ધિરાણ યોજના રૂ.૧૫,૦૦,૦૦૦. સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી સફાઈ કામદાર કે તેમના આશ્રિતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.

આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને મળવાપાત્ર રહેશે. (ઉંમર મર્યાદા ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેમ જ સફાઈ કામદાર કે સફાઈ કામદારના આશ્રિત હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

આ યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે સફાઈ કામદાર કે તેમના આશરે તા.૦૮/૦૭/૨૦૨૪ થી તારીખ ૦૮/૦૮/૨૦૨૪ સુધી નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર આપેલ સૂચનાઓને આધીન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વાહન માટે અરજી કરનાર જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. તેમ જિલ્લા મેનેજર ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જુનાગઢ કચેરીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)