ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ૧૮ થી ૪૫ વર્ષના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ ભાગ લઇ શકશે.

જૂનાગઢ

જૂનાગઢ એસબીઆઈની ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા યુવાનો પોતાનો ધંધો વ્યવસાય શરૂ કરી અને પગભર બની શકે તે માટે ૧૮ થી ૪૫ વર્ષના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના યુવાનો માટે ૩૦ દિવસની (૧)મોબાઈલ રીપેરીંગ અને સર્વિસ, (૨)રેફ્રિજરેટર અને એર-કંડિશનીંગ, (૩)ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ તા.૨૯/૯/૨૦૨૪થી શરૂ કરવામાં આવશે. તાલીમમાં રહેવાનું, જમવાનું અને તાલીમ વિનામૂલ્ય આપવામાં આવશે. તાલીમ પુર્ણ કર્યા બાદ ભારત સરકાર માન્ય પ્રમાણપત્ર અને સબસીડીવાળી લોનનો લાભ પણ મળશે.

આ તાલીમ જૂનાગઢ બીલખા રોડ પર આવેલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થામાં લેવામાં આવશે. તાલીમમાં જોડાવા માંગતા યુવાનોએ પાસપોર્ટ સાઇઝના ૩ ફોટા, આધાર કાર્ડ, રેશનકાર્ડ, માર્કશીટ/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની નકલ સહિતના ડોક્યુમેન્ટની ઝેરોક્ષ ફરજિયાત લાવવાની તથા ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે. આ તાલીમમાં ભાગ લેવા માટે સોમ થી શનિ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં ૯૯૦૪૬૪૬૪૬૬ વોટ્સએપ નંબર ઉપર પૂરું નામ, ગામનું નામ, તાલુકા અને તાલીમનું નામ જણાવી તાલીમ નોંઘ કરી શકાશે તેમ એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)