ઘાતક હથિયાર સાથે પોસ્ટ મૂકનાર યુવકને SOGએ પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી.

સોશ્યલ મીડિયા પર છરી જેવા ઘાતક હથિયાર સાથેની પોસ્ટ મુકી ભયનું માહોલ ઊભું કરનાર યુવક સામે ભાવનગર એસ.ઓ.જી.એ કડક કાર્યવાહી કરી છે. રામદાસ મનસુખભાઈ સોલંકી (ઉ.વ. 22), રહે. કુંભારવાડા, ભાવનગરને છરી સાથે પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

ભારતીય દંડ સંહિતાના સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કામગીરી ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ વડા ડો. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ કરાઈ. બંને અધિકારીઓએ સોગંધ ખાધેલી શાંતિ અને કાયદાની વ્યવસ્થા જાળવી રાખવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગ ટીમને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

સોશિયલ મીડિયા મોનિટરિંગ હેઠળ ઝડપ:
આઈન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા અને જે.ડી. બારોટના માર્ગદર્શન હેઠળ ચાલતી મોનિટરિંગ કાર્યવાહી દરમિયાન જાણવા મળ્યું કે આરોપી રામદાસ સોલંકીએ છરી સાથે તસવીર પોસ્ટ કરી હતી. SOC ટીમે તેને તરત જ પકડી પાડ્યો અને કબ્જે કરેલી છરીની કિંમત આશરે ₹50 દર્શાવવામાં આવી છે.

કામગીરીમાં જોડાયેલ ટીમ:
એ.એસ.આઈ જયરાજસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા, રાધવેન્દ્રસિંહ ગોહિલ, રાજેન્દ્રસિંહ ગોહિલ અને પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ ગોહિલએ મહત્વની ભૂમિકા ભજવી.

અહેવાલ: સતાર મેતર, ભાવનગર