ચીખલી તાલુકા નાં ઘોડવણી ગામે ખેડૂતોને હાઇબ્રિડ ડાંગર બિયારણ કિટો નું વિતરણ કરાયું જેમાં કુલ ૨૩૦ ખેડૂતો એ લાભ લીધો

ખેરગામ:

ચીખલી તાલુકા નાં ઘોડવણી ગામે મંગળવારે ચીખલી અને ખેરગામ તાલુકા ૨૩૦ ખેડૂતોને રસાયણ મુક્ત ખેતી પ્રોકજેક્ટ અંતર્ગત હાઇબ્રિડ ડાંગર બિયારણ કીટ વિતરણ કરાઈ હતી.

જિલ્લા પંચાયત, ખેતીવાડી શાખા મારફત આગામી ચોમાસુ ઋતુ ના આગમન પુર્વે વન અધિકાર પત્ર ધરાવતા ખેડૂતોને ખેતી ખર્ચ ઘટે એ હેતુથી ખેરગામ અને ચીખલી તાલુકા નાં ખેડૂતો ને સંયુક્ત રીતે હાઈબ્રિડ બિયારણ અને અન્ય ઈનપુટ કિટનુ વિના મુલ્યે વિતરણ કરાયું હતું.ખેરગામના સનદ ધારક ખેડૂતોને આર્થીક રીતે મદદરૂપ થવા માટે સરકારશ્રીના સંકલિત આદિજાતી વિકાસ યોજના હેઠળ ખેતીવાડી શાખા દ્વારા બિયારણ કિટ વિતરણ કરાઈ.જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અને જમીનની ફળદ્રુપતા વધે એ હેતુ થી નવસારી જિલ્લામાં રસાયણ મુક્ત ખેતી પ્રોજેક્ટ અમલીત છે જેના ભાગ રૂપે ખેડૂતોને વિના મુલ્યે ડાંગરની દેશી જાતોનું બિયારણ તેમજ ખેરગામ અને ચીખલી તાલુકાના વન અધિકાર ધરાવતા ખેડૂતો પૈકી અનુક્રમે ૬૫ અને ૧૬૫ મળી કુલ ૨૩૦ જેટલા ખેડૂતોએ બિયારણ કિટ અપાઈ હતી.મહાનુભાવોનું શાબ્દીક સ્વાગત જામનપાડા ગ્રામ સેવક કલ્પેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ખેરગામ તાલુકાના ખેતીવાડી વિભાગના મદાનીશ ખેતી નિયામક(વિ) મિતેશભાઇ ભોયા એ કાર્યક્રમની રૂપ રેખા સમજાવી તેમજ આઈ-ખેડૂત પોર્ટલ માં અરજી કરવા સંબંધે ખેડૂતોને માહિતગાર કરી, ખરીફ ડાંગર બિયારણ કિટ ની ઉપયોગીતા વિશે જિલ્લા પંચાયત સદસ્ય એસ.કે.પટેલએ માર્ગદર્શનઆપ્યું હતું.

સામાજીક કાર્યકર્તા ઠાકોરભાઈએ ઝેર મુક્ત ખેતી અને રસાયણિક ખાતરના ઓછા વપરાશ માટે ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું. આભારવિધિ મદદનીશ ખેતી નિયામક (પા.સં) નિલેશભાઈ ગામીત એ કરી હતી.જિલ્લા પંચાયત સદસ્ય એસ કે પટેલ, રાજેશભાઇ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ ખેરગામ, તાલુકા પંચાયત સદસ્ય ઢોલુમ્બર પ્રવિણાબેન પટેલ સામાજીક કાર્યકર્તા ઠાકોરભાઈ પટેલ સરપંચઓ તેમજ અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. ખેરગામ અને ચીખલી તાલુકાના ખેતીવાડી શાખાના વિસ્તરણ અધિકારી જયેશભાઇ ગાયકવાડ, વિજયેશભાઈ પવાર, ટીનુબેન પટેલ તથા ગ્રામ સેવકઓએ ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)