ચેમ્બરની લેડીઝ વીંગની મહિલા સાહસિકોએ પલસાણા સ્થિત ગુજરાત ઈકો ટેક્ષ્ટાઈલ પાર્કમાં અલ્ટ્રા ડેનિમના યુનિટની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી.

સુરતઃ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના લેડીઝ વીંગના ચેરપર્સન ગીતાબેન વઘાસિયા, વાઈસ ચેરપર્સન મયુરીબેન મેવાવાલા, સેક્રેટરી ચેતનાબેન શિરોયા તથા પૂર્વ ચેરપર્સન રેશમાબેન માંડલેવાલા સહિત ર૦થી વધુ મહિલા પલસાણા સ્થિત ગુજરાત ઈકો ટેક્ષ્ટાઈલ પાર્ક ખાતે આવેલા અલ્ટ્રા ડેનિમ પ્રા.લિ.ની ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ લીધી હતી.

અલ્ટ્રા ડેનિમ પ્રા.લિ. અને અલ્ટ્રા ડેનિમ લાઇફસ્ટાઇલ પ્રા.લિ.ના માર્કેટિંગ મેનેજર ભાવેશ પટેલે ચેમ્બરની લેડીઝ વીંગની મહિલા સાહસિકોએ આખા પ્રોડકશન યુનિટ વિષે માહિતી આપી હતી. અલ્ટ્રા ડેનિમ સ્થાનિક બજાર માટે અને એક્ષ્પોર્ટ માટે ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન કરે છે. સંસાધનો અને રિસાઇકલ કરેલી સામગ્રીઓમાંથી ટકાઉ માલ સામાનનું ઉત્પાદન કરતી વખતે વૈશ્વિક બ્રાન્ડ તરીકે કાર્ય કરે છે. અલ્ટ્રા ડેનિમ લગભગ ર૦ દેશોમાં ડેનિમ ફેબ્રિકનું એક્ષ્પોર્ટ કરે છે. અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી તેઓ અલ્ટ્રા ડેનિમ પોસાય તેવા ભાવે ઉચ્ચ ગુણવત્તાની ડેનિમનું ઉત્પાદન કરે છે. પોલી કોટન ફેબ્રિક, ડેનિમ જીન્સ, કોટન જીન્સ અને ડેનિમ ફેબ્રિકનું આ જ ફેકટરીમાં ઉત્પાદન થાય છે.

પલસાણા ખાતે સ્થપાયેલા અલ્ટ્રા ડેનિમ યુનિટ, ભારતમાં સૌથી વધુ ડેનિમ ફેબ્રિકનું ઉત્પાદન કરવામાં બીજા નંબરે આવે છે. સ્ટિચિંગ અને વોશિંગ સેકશનમાં અત્યાધુનિક મશીનરી છે અને આ પ્લાન્ટની ક્ષમતા દરરોજ ૪૦૦૦ કપડાની છે. અલ્ટ્રા ડેનિમ દ્વારા વિશ્વભરની મોટી ક્લોથિંગ બ્રાન્ડસને જથ્થાબંધ ઉચ્ચ ગ્રેડ ડેનિમ ફેબ્રિક સીધા જ સપ્લાય કરવામાં આવે છે.

ચેમ્બરની લેડીઝ વીંગની મહિલા સાહસિકોએ ગુજરાત ઈકો ટેક્ષ્ટાઈલ પાર્કમાં સ્થપાયેલા એકમો તથા આખા એન્વાયરમેન્ટ વિષે પણ વિસ્તૃત જાણકારી મેળવી હતી.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)