ચોરવાડ પોલીસનો કમાલ: ગણતરીની કલાકોમાં બે ઘરફોડ ચોરીઓ ઉકેલાઈ, 6 આરોપીઓ ઝડપાયા

ચોરવાડ (પ્રતાપ સીસોદીયા):

ચોરવાડ પોલીસ સ્ટાફે ફરી એક વખત પોતાની સતર્કતા અને કાર્યક્ષમતા સાબિત કરતા ગણતરીની કલાકોમાં બે અલગ-અલગ ગામોમાં થયેલી ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી મોટી રકમનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ૫ મેના રોજ ગડુ ગામે હીરાભાઈ ભરડા નામના શખ્સના ઘરે ચોરીના ગુન્હા સાથે રૂ. ૭૭,૫૦૦ની માલમત્તાની ચોરી નોંધાઈ હતી. બીજી તરફ, ૭ મેના રોજ શાંતીપરા ગામે બીલો જોટવાના ઘરેથી રૂ. ૮૭,૫૦૦ની ચોરી થઈ હતી.

ચોરીના ગુન્હાઓને ગંભીરતાથી લઈ ચોરવાડ પો.ઇન્સ. મંધરા તથા પો.સબ ઇન્સ. ડી.એચ. વાળાની નેતૃત્વવાળી ટીમે તપાસ આરંભી હતી. ટીમે સઘન પેટ્રોલિંગ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે કુલ 6 શંકાસ્પદોને ઝડપી લઈ પૂછપરછ કરતા ચોરીનો પર્દાફાશ થયો.

પોલીસે કબજે કરેલા મુદ્દામાલમાં:

  • રોકડ રકમ રૂ. ૨૦,૨૨૦
  • બે ચાંદીના સિક્કા
  • ૬ મોબાઇલ ફોન

નો સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે હજુ પણ એક આરોપી ફરાર છે જેને ઝડપી લેવા માટે પોલીસે તીવ્ર શોધખોળ હાથ ધરી છે.

આ સમગ્ર કામગીરીમાં કંસ્ટેબલ સીસોદીયા, મોરિ, પરમાર, ચોપડા, મેવાડા, સોલા, જડારીયા અને ગરચરનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો.

દીલીપ ચૌહાણ અને નવલસિંહ રાઠોડ સહિતના આરોપીઓની ધરપકડ સાથે પોલીસને મહત્વની સફળતા મળી છે. ફરીયાદીઓએ પણ પોલીસની કામગીરીથી સંતોષ વ્યક્ત કરી ન્યાય મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ચોરવાડ પોલીસની જહેમતભરી કામગીરી બદલ ગ્રામજનો અને સ્થાનિકોને તરફથી પ્રશંસા મળી રહી છે.

અહેવાલ: પ્રતાપ સીસોદીયા – માળીયા હાટી