છેતરપીંડી અને વિશ્વાસઘાતનાં ગુન્હાઓમાં છેલ્લા દશકાથી નાસતા ફરતા આરોપીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી પાડ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ (ભાવનગર રેન્જ) અને પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એલ.સી.બી. અને પેરોલ-ફર્લો સ્કવોડ સતત દારૂ, જુગાર તથા નાસતાં ફરતાં આરોપીઓને પકડી પાડવાની કામગીરી અંજામ આપી રહ્યું છે.
તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ પેટ્રોલિંગમાં હતું, ત્યારે બાતમીરાહે પોલીસને જાણ થઈ કે, અલંગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં વૉન્ટેડ આરોપી છેલ્લા ૧૦ વર્ષથી છટકીને ફરતો હતો. આ આરોપીનું નામ ચંપારામ સુખરામ ખટીક (ઉંમર ૪૩, રહે. ગુડમાલાની, જી. બાડમેર, રાજસ્થાન) હોવાનું બહાર આવ્યું.
બાતમી મુજબ આરોપી ભાવનગર નારી ચોકડી નજીક અમદાવાદ તરફ જતા માર્ગ પર ગુલાબી કલરનું ટી-શર્ટ તથા બ્લુ કલરનું પેન્ટ પહેરી ઉભેલો હતો. પોલીસ દળ તાત્કાલિક ત્યાં પહોંચ્યું અને આરોપીને ઝડપી લીધો.
આરોપી સામે અલંગ પોલીસ સ્ટેશનમાં ફસ્ટ ગુ.૨. નં. ૦૫/૨૦૧૫, ઈ.પી.કોડ કલમ ૪૦૬, ૪૦૭, ૪૨૦ અને ૧૧૪ હેઠળ ગુન્હો દાખલ છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે વરતેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ અલંગ પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરાશે.
કામગીરી કરનાર ટીમ
પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ
પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. જેબલિયા
હીરેનભાઈ સોલંકી
નીતિનભાઈ ખટાણા
મજીદભાઈ સમા
મહેશભાઈ કુવાડીયા
📍 અહેવાલ : સતાર મેતર, સિહોર