જૂનાગઢ રેન્જ, પોલીસ મહા-નિરીક્ષક શ્રી. નિલેશ જાંજડીયા તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી. ભગીરથસિહ જાડેજા નાઓ દ્રારા નાસતા ફરતા આરોપીને પકડી કાર્યવાહી કરવા સુચનાઓ કરવામા આવેલ જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી હિતેષ ધાંધલ્યા માર્ગદર્શન હેઠળ જુનાગઢ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી.બી.બી કોળી તથા પોલીસ સ્ટાફ ના માણશો ને સુચના મળેલ હોય જે અનુસંધાને દોલતપરા પોલીસ ચોકી ના પોલીસ સ્ટાફ સ્થાનીક સ્વરાજ ની ચુંટણી સબબ સંવેદનશીલ વિસતારમા પેટ્રોલીંગ મા હતા તે દરમ્યાન ખાનગી રાહે હકિકત મળેલ હોય કે સજા વોરંટના કામે નાશતો ફરતો આરોપી આરીફ હુશેનભાઇ સમા રહે. દોલતપરા વાળો હાલ રાજકોટ થી જુનાગઢ તરફ આવવા માટે નિકળેલ હોય જે બાતમી હકિકત આધારે વોંચ ગોઠવી આ કામના આરોપી ને જુનાગઢ ઇગલ મંદીર રાજકોટ જુનાગઢ હાઇવે પાસે થી પકડી નામદાર, પ્રિન્સીપાલ જજ સાહેબ શ્રી ફેમેલી કોર્ટ જુનાગઢ ના ફોજદારી પરચુરણ અરજી નં-૪૮૯/૨૦૨૪ ના કામે સજાનુ વોરંટ ઇશ્યુ થયેલ નાશતા ફરતા આરોપીને પકડી નામદાર કોર્ટના હુકમ મુજબ જુનાગઢ જીલ્લા જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ છે,
(૧) પકડાયેલ આરોપીનુ નામ સરનામુ:-
આરીફ હુશેનભાઇ સમા રહે. જુનાગઢ સકકરબાગ પાસે રામદેપરા,હુશેનીચોક સલીમભાઇ દુકાનવાળાની સામે
(૨) આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઃ-
આ કામગીરી મા “એ” ડિવીઝન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી. બી.બી.કોળી ની સુચના મુજબ પો.સબ.ઇન્સ વી.એલ લખધીર તથા પો.હેડે.કોન્સ કે.પી કરમટા તથા પો.કોન્સ એન.એન. હીરાણી, એલ.બી. કટારા એ રીતેના પોલીસ સ્ટાફ નાઓએ સાથે રહી કામગીરી કરેલ છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)