કેશોદ
ભાદરવા સુદ અગિયારસના દિવસે જલ જીલણી અગિયારસ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. સ્વામિનારાયણ મંદિર કેશોદ ખાતે સંતો અને હરિભક્તોની હાજરીમાં મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં ઠાકોરજીને નૌકામાં વિહાર કરાવીને આજે પરિવર્તની એકાદશીની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી
ભાદરવા શુભ એકાદશીના દિવસે સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની મનાતી જલ જીલણી અગિયારસ ઉજવણી થઈ રહી છે. કેશોદમાં જૂના પ્લોટ ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરમાં હરિભક્તો સંતો અને ભાવિકોની હાજરીની વચ્ચે આજે જલ જીલણી એકાદશી ની ઉજવણી કરાઈ હતી. આજના દિવસે ઠાકોરજીને નૌકા વિહાર કરવાની ધાર્મિક પરંપરા અનુસાર તેમજ આજના દિવસે કાકણીનો પ્રસાદ ઠાકોરજીને અર્પણ કર્યા બાદ હરિભક્તોમાં વહેંચવાની ધાર્મિક પરંપરા છે. તે મુજબ આજે ઠાકોરજીને નૌકામાં બિરાજમાન કરીને જળ વિહાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ નૌકામાં ઠાકોરજીને સ્નાન અને અભિષેક બાદ આરતી કરીને આજની જલ જીલણી એકાદશીની ધાર્મિક આસ્થા અને વિશ્વાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
સ્વામી મંદિર કેશોદ નાં પૂજારી ચંદુભાઈ ગોટેચ નાં જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન એકઠું થયેલું વરસાદનું પાણી સૌ કોઈ માટે શુભકારી ફળદાયી અને પરિણામ લક્ષી સાબિત થાય તે માટે આજના દિવસે વરસાદના નવા જળમાં જગતગુરુ શ્રી હરિકૃષ્ણને નૌકા વિહાર કરાવ્યા બાદ તે જળ થી અભિષેક કરવાની વિશેષ પરંપરા છે. તે મુજબ આજે પાવનકારી એકાદશીના પ્રસંગે સૌ હરિભક્તોએ સાથે મળીને શ્રી હરિ ને નૌકા વિહાર કરાવી તેમને ભોગ અભિષેક અને મહા આરતી કરીને આજની જળ જીલણી મહાભારતમાં જલ જીલણી એકાદશી નો ઉલ્લેખ પરિવર્તનની એકાદશી તરીકે કરવામાં આવ્યો છે.
ચાતુર્માસ દરમિયાન ભગવાન શ્રીહરિ પડખું ફરે છે. જેને અંગે પરિવર્તનની એકાદશી તરીકે પણ સનાતન હિંદુ ધર્મમાં માનવામાં આવે છે. આજના દિવસે ભગવાન વામનનું પૂજન કરવાની પણ વિશેષ ધાર્મિક પરંપરા જોવા મળે છે. આજના દિવસે વ્રત તપ પૂજા અને ઉપવાસ કરવાથી તમામ પાપોનો નાશ થાય છે. તેવી ધાર્મિક પરંપરા આજની અગિયારસ સાથે જોવા મળે છે. મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને આજની પરિવર્તની એકાદશી વિશે સમજાવ્યું હતું. તે મુજબ આજના દિવસે ઠાકોરજીને નૌકામાં બેસાડીને સંકીર્તન ધૂન અને આરતી સાથે પ્રત્યેક હરિભક્તોએ ભગવાન શ્રી હરિ કૃષ્ણને પોતાના ભાવ અર્પણ કરીને જલ જીલણી એકાદશીની ઉજવણી કરી હતી.
અહેવાલ :- રાવલિયા મધુ (કેશોદ)