જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને આજરોજ પ્રાંત કચેરી, સભાખંડ મેંદરડા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તાલુકાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે યોજાએલા આ સ્વાગત કાર્યક્રમમાં તાલુકા- ગ્રામકક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યકિતગત ફરિયાદો કે જેનો સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને તાલુકા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો.

આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા ૪ પ્રશ્નો રજૂ કરાયા હતા. જેને સંબંધિત સ્વાગત ફરિયાદ નિવારણમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો અંગે અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનો તરત નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મેંદરડા પ્રાંત અધિકારી કિશન ગરચર સહિત સંબંધિત અધિકારી સર્વશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)