જિલ્લા રોજગાર વિનિમય કચેરી-જૂનાગઢ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તે હેતુસર ભરતી મેળાનું આયોજન.

જૂનાગઢ

જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ ઉષા બ્રેકો પ્રા.લી.(ઉડનખટોલા), ધ ફર્ન લિયો રીસોર્ટ એન્ડ ક્લબ (વાસ સુંદર ઓર્ગેનાઇઝર), તથા સવાણી હેરીટેજ કંઝર્વેશન પ્રા.લી.( ઉપરકોટ) એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ માર્કેટીંગ એક્ઝ્યુકેટીવ, રીટેઇલ સ્ટોર પર્સન, આસી.ફ્રન્ટ ઓફિસ મેનેજર, સેલ્સ મેનેજર/એક્ઝ્યુકેટીવ, ફ્રંટ ઓફિસ અટેન્ડેન્ટ, હાઉસ કિપીંગ સ્ટાફ, સીસીટીવિ ઓપરેટર, ડિઝીટલ માર્કેટીંગ એક્ઝ્યુકેટીવ, ઇલેક્ટ્રીક એન્જીનિયર, પ્લમ્બર ની જગ્યાઓ માટે ૧૮ થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ હોટેલ મેનેજમેન્ટ સ્નાતક /ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રીકલ, આઇ.ટી.આઇ. પ્લમ્બર, એચ.એસ.સી કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે ભરતી મેળો યોજાશે.

જિલ્લા રોજગાર વિનિમય કચેરી જૂનાગઢ દ્વારા આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ ઉપરકોર્ટ કિલ્લો, ઢાલ રોડ, મુલ્લા વાડા, જૂનાગઢ ખાતે તા.૨૫/૧૦/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો, ફોર્મલ ડ્રેશ અને રીઝ્યુમ ની કોપી સાથે ઉપસ્થિત થવાનું રહેશે. પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો, અનુબંધમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન ટેલીફોન નંબર ૦૨૮૫-૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)