જીવાત્મા ની પરમાત્મા ને રાજી કરવાની પ્રક્રિયા એટલે ભક્તિ” :- કિશનભાઇ દવે

ખેરગામ,

પાટી ભાગવતકથા મા કૃષ્ણજન્મ ઉત્સવ ધામધૂમ થી ઉજવાયો.

પાટી દાદરી ફળીયા ભગવાન લક્ષ્મીનારાયણ મંદિર ના પ્રથમ પાટોત્સવ નિમિતે ચાલી રહેલી યુવા કથાકાર કિશનભાઇ દવે ની ભાગવત કથા મા આજે ભાગવત કથા ના પ્રધાન ઉત્સવ નંદ મહોત્સવ ની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. આ પૂર્વે પાંચમા દિવસ નો દશાંશ યજ્ઞ આચાર્ય હિતેષભાઇ દવે દ્વારા સંપન્ન થયો હતો. ઉપસ્થિત વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તો દ્વારા પોથી તેમજ વ્યાસપૂજન થયું હતુ.આજે કથા મા વામન ચરિત્ર, રામજન્મ તેમજ કૃષ્ણ જન્મ ની કથા થઇ હતી.

વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ, કથાકાર નરેશભાઈ રામાનંદી, કર્મકાંડ આચાર્ય ઉમિયા શંકર ગોર કથા મા પધાર્યા હતા. જેમનું સ્વાગત બચુભાઈ પટેલ, ચંદુભાઈ પટેલ, ઠાકોરભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ. પૂજ્ય પ્રફુલભાઇ શુક્લ એ આશીર્વચન આપ્યા હતા.કથાકાર કિશનભાઇ દવે એ વ્યાસપીઠ પર થી કહ્યું હતુ કે” જીવાત્મા ની પરમાત્મા ને રાજી કરવાની પ્રક્રિયા એટલે ભક્તિ”, “નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ” ના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ. અબીલ, ગુલાલ ની છોળો વચ્ચે ઉપસ્થિત વિશાળ સંખ્યા મા ભાવિક ભક્તો ભગવાન ના નામ સ્મરણ મા મદમસ્ત બન્યા હતા.

માક્ષિત રાજ્યગુરૂ અને કેવલ દવે દ્વારા મંત્રોચાર કરવામાં આવ્યા હતા.ભગવાન કૃષ્ણ પરમાત્મા ના આવવા ના વધામણાં લીધા હતા.આજે કથા મા રાબડા સાંઈધામ પરિવાર અને મેહમાનો પધાર્યા હતા. જેમનું સ્વાગત આયોજકો દ્વારા થયું હતું. પ્રોફેસર ભાર્ગવ દવે દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતુ.દરરોજ રાત્રે 8 થી 11 સુધી ચાલી રહેલી આ ભાગવત કથા રંગ જમાવી રહી છે. સમગ્ર પાટી વિસ્તાર ના ભાવિક ભક્તો આ કથા મા જોડાઈ રહ્યા છે. આવતી કાલે કથા મા રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ની ઉજવણી થશે જેની તૈયારીઓ થઇ રહી છે.

 

અહેવાલ :- અંકેશ યાદવ (ખેરગામ)