જુનાગઢ:કેશોદ માં બિહાર ના પડઘા પડ્યા, ડે. કલેક્ટર ને અપાયું આવેદનપત્ર!!

કેશોદ બૌદ્ધ ધર્મના લોકો દ્રારા આવેદન પત્ર આપવામાં આવ્યું

કેશોદ શહેર અને તાલુકાના બોધિષ્ઠો દ્રારા મામલતદાર કચેરી કેશોદ ખાતે ડે. કલેકટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કે બિહારના મહા બોધ વિહારના ગયા ગામે આવેલ વિશાળ વિહાર એક આવેલ છે જેમાં અન્ય લોકો દ્વારા ગેરકાયદેસર કબજો જમાવી લેતા બોધિષ્ઠોએ ઉગ્ર બની ભગવાન બુદ્ધ કી કરુણા હો કરુણા હો ના નાદ સાથે આજ રોજ કેશોદ મામલતદાર કચેરી ખાતે ડે. કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મહા બૌદ્ધ વિહાર ગયા ગામનો કબજો બૌદ્ધ લોકોને મળવો જોઈએ તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું વધુમાં જણાવવામા આવ્યું હતું કે હિન્દુ ધર્મ સ્થાનોનું સંચાલન હિન્દુઓ જ કરતા હોય છે, મુસ્લિમ ધર્મ સ્થાનોનું સંચાલન મુસ્લિમ લોકો જ કરે છે તો મહા બૌધ વિરાસતો પર અન્ય લોકોની જગ્યાએ બૌધ લોકો જ સંચાલન કરે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. મહા બૌદ્ધ વિહાર પાછું આપો ની માંગ સમગ્ર દેશના ધમ્મ બંધુ ઓમાં ઉગ્ર બની રહી છે. ત્યારે આજરોજ જુનાગઢ જિલ્લાના કેશોદમાં ભન્તે પ્રજ્ઞા રત્નાજી ની આગેવાની સાથે કેશોદના બૌદ્ધ ધર્મના લોકો દ્વારા આવેદનપત્ર પાઠવી અને આ કબજો બૌદ્ધ લોકોને જ મળવો જોઈએ તેવી ઉગ્ર માંગ કરવામાં આવી હતી..

અહેવાલ : રાવલિયા મધુ કેશોદ