ભારે પવન ને કારણે હોંડીગસ અને પતરા ઉડતા જોવા મળ્યા હતા જો કે કોઈ નુકશાની સમાચાર આવ્યા નથી જૂનાગઢ અને કેશોદમાં અચાનક રાત્રે વાતાવરણમાં પલ્ટા સાથે જોરદાર વાવાજોડું ફૂંકાયું અને તેની સાથે વિજળી પણ ગુલ થઈ ગઈ હતી ગત રાત્રે બાર વાગ્યે પલટાયેલ વાતાવરણ વચ્ચે કેશોદમાં વિજળી ગુલ થઈ જતાં લોકો ભારે પરેશાન થઈ ગયા હતા.
જૂનાગઢ જિલ્લા ના અમુક શહેરો માં વરસાદ પણ પડ્યો હતો…
સોમવારે રાત્રે જૂનાગઢમાં અને કેશોદમાં અચાનક ભારે પવન ફુંકાયો હતો અને તેમાં જુનાગઢમાં વાવાજોડું ફૂંકાતા અનેક જગ્યા એ લોકો ને મુશ્કેલી નો સામનો કરવો પડ્યો હતો કાળવાચોક એક દુકાન ઉપર ઝાડ પણ પડ્યું હતું દુકાનો ના છાપરા પતરા ઉડતા નજરે પડ્યા હતા ત્યારે હાલ સુધી નુકસાની ના સમાચાર કે કોઈ જાનહાનિ ના સમાચાર મળ્યા નથી પરંતુ પલટાયેલ વાતાવરણ વચ્ચે કલાકો સુધી વિજળી ગુલ થઈ ગઈ હતી જેને કારણે લોકોને ગરમીમાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી
ઓચિંતા પલટાયેલ વાતાવરણ માં જન જીવન ખોરવાયુ હતું
જૂનાગઢ જિલ્લા ના વંથલી માણાવદર જેવા સેન્ટર માં અતિ ભારે પવન સાથે વરસાદ પણ આવતા લાઈટ જતી રહેવાથી લોકો પરેશાન થયા હતા અને અનેક જગ્યા પર છાપરાઓ અને હોર્ડિંગ તૂટવાના બનાવો સાથે મોટા ઝાડ પડવાના બનાવો બન્યા હતા પણ કોઈ જાન હાનિ થયા ના સમાચારો મળેલ ના હતા
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)