જુનાગઢમા તાજેતરમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાક અને જમીન ધોવાણ થતા સર્વે કરાવી યોગ્ય સહાય આપવા માન.મુખ્ય મંત્રીશ્રી ને રજૂઆત કરતા જુનાગઢ ના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા.

જૂનાગઢ

તાજેતરમાં જૂનાગઢ અને આસપાસ ના વિસ્તારો તથા ગામડાઓમાં અતિ ભારે વરસાદ ના કારણે ખેતીની જમીન અને પાકો નું ધોવાણ થયેલ છે. અને હજુ પણ વરસાદ પડી જ રહ્યો છે. જુનાગઢ વિધાનસભા વિસ્તાર ના કુલ-૧૭ ગામોમાં ધોરાજી ઉપલેટા ગામોના વિસ્તારમાં અતિ ભારે વરસાદ ના કારણે એ બાજુથી પાણી ધોધની જેમ નદીઓમાં વહેણ આવવાથી ખેડૂતોના ખેતરોમાં પાણી ના વહેણ ઘુસી જતા આ ગામોમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોની જમીન અને પાકનું ધોવાણ થયેલ છે. જમીનના ધોવાણના કારણે પારાવાર નુકસાન થવા પામેલ છે. આ સિવાય ના નજીકના અન્ય ગામો જેવા કે સોડવદર, ઘુડવદર માં ગિરનાર ઉપરથી નદીઓ, નાળાઓ ના પુરજોશથી પાણી આવવાના કારણે આ વિસ્તારમાં પણ ખેડૂતો ની જમીનો અને પાકને ખૂબ મોટા પ્રમાણમાં ધોવાણ થતાં ખૂબ નુકશાન થવા પામેલ છે.

ખેડૂતો નાના માણસો હોય છે. ખેતી એ એમની જીવાદોરી છે. આવા ભારે વરસાદના લીધે અવાર નવાર ખેતીનું મોટું ધોવાણ થાય છે. અને એની જમીન ધોવાઈ જતી હોય છે જે સરખી કરવામાં મોટો ખર્ચ અને મહેનત માગી લે છે.જે ઘ્યાને લઈ આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવડાવી વાસ્તવિક નુકસાની વાળા કિસ્સાઓમાં સંબંધિત ખેડૂતોને આ નુકશાન સામે યોગ્ય વળતરના રૂપમાં મદદ કરવા. જમીન સરખી કરવા માટે નુકસાની સામે યોગ્ય વળતર મળી રહે એટલા માટે ખાસ કિસ્સામાં તાત્કાલિક સર્વે કરાવડાવી વાસ્તવિક નુકસાની વાળા કિસ્સાઓમાં સંબંધિત ખેડૂતોને સહાય આપવાની કાર્યવાહી થવા માન.મુખ્યમંત્રીશ્રી ને જૂનાગઢ ના ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડીયા એ પત્ર લખીને રજૂઆત કરી છે તેમ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)