જુનાગઢ (તા. 18 એપ્રિલ, 2025):
પોલીસ અને પ્રજાવચ્ચે વિશ્વાસનો પુલ મજબૂત બનાવવા માટે જુનાગઢ એ.ડીવી પોલીસ સ્ટેશન દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોટી સફળતા મેળવી છે. જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા અને ચોરી ગયેલા કુલ 21 મોબાઇલ ફોન તથા ચાર ટૂ-વ્હીલર અને એક ફોર-વ્હીલ વાહન મળી કુલ રૂપિયા 5,84,993/- નો મુદામાલ મુળ માલિકોને પરત આપવામાં આવ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડીયા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ અને એ.ડીવી પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમારના સુત્રાધાનમાં ટેકનિકલ સોર્સ અને CEIR પોર્ટલ દ્વારા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા.
ફોનની કિંમત રૂ. 3,41,993/- અને ચોરીના ગુન્હાઓમાં ઝડપાયેલા વાહનોમાં એક વેગનઆર કાર, એક એક્ટિવા અને ત્રણ મોટરસાયકલોનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત 2,43,000/- થાય છે. તમામ મુદામાલ કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરી મકાનમાલિકોને પરત સોંપવામાં આવ્યો.
અહેવાલ મુજબ, જે ગુન્હાઓમાં આ મુદામાલ કબ્જે કરાયો તે ગુના નં.:
- 0164/2025 (ફોર વ્હીલ ચોરી)
- 0114/2025, 0272/2025, 0277/2025 (મોટરસાયકલ ચોરી)
- તેમજ કલમ 106 હેઠળ કબ્જે કરાયેલી એક્ટિવા સ્કૂટર
આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમાર, પો.સબ ઇન્સ્પેક્ટર વાય.એન. સોલંકી અને પો. હેડકોન્સ. ટી.બી. સિંધવે મહત્ત્વનો ફાળો આપ્યો હતો.
અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ – જૂનાગઢ