જુનાગઢ
જુનાગઢ કલેકટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા એ આજે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેઓની સાથે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા પણ જોડાયા હતા.
જુનાગઢ કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયા એ જણાવ્યું હતું કે, આજે તેઓએ જુનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેઓની સાથે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયા પણ સહભાગી થયા હતા.
કલેકટર શ્રી અને ધારાસભ્યશ્રીએ સિવિલ હોસ્પિટલ ના વિવિધ વોર્ડ, ઓ પી ડી વિભાગ સહિતના વિભાગોની મુલાકાત લઈને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે કે કેમ? અને ઉપલબ્ધ સુવિધા અંગે સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો. બ્રહ્મભટ્ટ પાસેથી માહિતી મેળવી હતી. કલેકટર શ્રી એ દર્દીઓ સાથે પણ સંવાદ કરી મળતી સારવાર અંગે માહિતગાર થઈ હોસ્પિટલ તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ખાસ કરીને સિવિલ હોસ્પિટલના બેઝમેન્ટમાં પાણી ભરાવાની સમસ્યા રહે છે તે માટે હોસ્પિટલ ઓથોરિટી ને તાત્કાલિક કામગીરી કરવા સફાઈમાં અગ્રતા આપવા અને ફરી પાણી ન ભરાય અને સતત સ્વચ્છતા રહે તે માટે જરૂરી તાકીદ કરી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)